PGVCLની રાજકોટ કચેરીની સુચનાથી આજે સમગ્ર ગીર સોમનાથ પંથકમાં વીજ ચેકીંગ હાથ ધરાયું જેમાં તાલાલ તાલુકાના માલજીંજવા ધુસીયા, વેરાવળ ગ્રામ્યના ઉંબા- ઉકડીયા સુત્રાપાડા તાલુકાના પ્રાચી ઘંટીયા તેમજ વેરાવળ શહેરના ખારવાવડા, મોચીબજાર, ખડખડમાં વીજ ચેકીંગ હાથ ધરી કુલ 476 વીજ જોડાણો ચેક કરાયા જેમાંથી 115 વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાતા કુલ 21.11 લાખના દંડકીય વીજ બીલો ઇસ્યુ કરવામાં આવ્યા.
આ સમગ્ર કાર્યવાહી અધિક્ષક ઇજનેર એ.એમ. પાઘડાર અને કાર્યપાલક ઇજનેર પી.જી. જોશીના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલની ટીમે કાર્યવાહી બજાવી હતી