જેસડા ગામે સાત પરિવારોને સાંથણીની જમીન અપાઈ: સરકારની સહાયથી લાભાર્થીઓ ખુશખુશાલ
ગુજરાત રાજયના અતિ પછાત વર્ગમાં અને વિચરતી વિમુકત જાતીમાં સમાવેશ થતા વાદી, કાંગશીયા, દેવીપુજક, વણઝારા સહિતના પાંચ વર્ગના લોકોને ધ્રાંગધ્રા શહેરની બહાર પ્લોટ ફાળવણી કરી પોતાનો આશરો કરી શકે તે માટે સુવિધા પુરી પાડવામાં આવી છે. જેમાં છેલ્લા પાંચેક વર્ષથી સરકાર પાસે રજુઆત કરતા આ વિચરતી જાતીના લોકો અતિ પછાત વર્ગમાં આવે છે. સાથે આ વર્ગના લોકો હજુ પણ શિક્ષણ ક્ષેત્રે ખુબ જ પાછળ હોવાનું પણ માનવામાં આવે છે.
આ લોકો માટે ધ્રાંગધ્રા શહેરના બાલાહનુમાન મંદિર પાસે ખરાબાની જગ્યાને સરકાર દ્વારા આવા લોકોના રહેણાંક માટે ફાળવી દેવાઈ છે. કુલ ૨૨ વિઘા જેટલી જમીનમાં ૨૦૮ પ્લોટની જગ્યા આપવામાં આવી છે. હાલ સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર દ્વારા જમીન ફાળવેલ હોય તેનો ઓર્ડર આપી આગામી સમયમાં પાણી તથા લાઈટ જેવી પ્રાથમિક સુવિધા પુરી પડી રહે તે માટેનો આદેશ ધ્રાંગધ્રા નગરપાલિકાને લેખિતમાં કરી દેવાયો છે.
૨૦૮ પ્લોટની ફાળવણી બાદ છેલ્લા પાંચેક વર્ષથી કુબા બાંધીને રહેતા અતિ પછાત વર્ગના લોકોને સરકાર દ્વારા જમીનની ફાળવણીથી આનંદ છવાયો છે.
ત્યારે બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે પણ સાતેક પરીવારને સાંથણીની જમીન અપાઈ હતી. જેમાંધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે સરકાર તરફથી ડે.કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા જાતે જઈ દરેક પરીવારના વડીલોને બોલાવી સાંથણીની જમીનનો કબજો સોંપાયો હતો. સાત પરીવારમાં મુલતાની સીરાઝ ‚સ્તમભાઈ, કોળી રામજીભાઈ શીવાભાઈ, મુલતાની બચુભાઈ નુરાભાઈ, મુલતાની હાજીભાઈ કરીમભાઈ, કોળી મધુભાઈ સવજીભાઈ, કોળી સોંડાભાઈ ડુંગરભાઈ, કોળી અમરશીભાઈ લક્ષ્મણભાઈ એમ કુલ સાત પરીવારને સરકાર દ્વારા સાંથણીની જમીન અપાતા આ સાત પરીવારોમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com