કાર્ડિયોલોજીસ્ટ, હોમિયોપેથી ડૉકટર આદિલ ચીમઠાનાવાલા તથા હોમિયોપેથી પેડીયાટ્રીસ્ટ ડૉકટર ફાતેમા ચીમઠાનાવાલા સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા

Chai pe Charcha logo૨૦૭ વર્ષ જુની હોમિયોપેથી સારવાર પઘ્ધતિ અનેક રોગોને જડમૂળથી સમાધાન કરવા સક્ષમ છે. હોમિયોપેથીની ઉપયોગીતા અંગે હોમિયોપેથી કાર્ડિયોલોજીસ્ટ ડો.આદિલ ચીમઠાનાવાલા તથા હોમિયોપેથી પીડીયાટ્રીસ્ટ ડો.ફાતેમા ચીમઠાનાવાલા સાથે અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં બંને તબીબોએ પ્રશ્ર્નોના રસપ્રદ જવાબ આપ્યા હતા.

Sequence 01.Still002

હોમિયોપેથીની શોધ કઈ રીતે થઈ ? હોમિયોપેથી કયાંથી આવ્યું ?

હોમિયોપેથીની શોધ ડો.હેલિબીને કરી હતી. જેઓ જર્મનીના હતા અને છેલ્લા ૨૦૭ વર્ષથી હોમિયોપેથી અસ્તિત્વમાં છે એ પોતે એક એલોપેથી ડોકટર હતા. એ સમયે એમને થયું કે એક જ રોગ ઘડી-ઘડી આવ્યા કરે છે અને મારે તેમનું સમાધાન જોઈએ છીએ. એના માટે એક પુસ્તક વાંચતા-વાંચતા એમને એમ લાગ્યું કે મલેરિયામાં ચાઈના નામની એક વસ્તુ છે, ડ્રગ છે તો એમનો એકદમ સુક્ષમ ભાગ લઈને આપવું હોય તો શું થાય ? એ પછી એમને સુક્ષ્મ ભાગ ચાઈનો લીધો અને એમાં એમને લાગ્યું કે ચાઈનાના સિમ્ટ્રોમ્સ મને મલેરિયા જેવા આવ્યા તો આ જ ચાઈના મલેરિયાના પેશન્ટને આપું તો કેમ થાય ? એ આપ્યું પછી જોયું તો ચાઈનાએ મલેરિયાને ખતમ કર્યું ત્યારથી એક લો ડિસ્કવર થયો જેને કહે છે કાંટાથી કાંટાને નીકાળવું અને ત્યારથી હોમિયોપેથીનો સિઘ્ધાંત શરૂ થયો. એ પછી એમણે ઘણા બધા એકસપેરિમેન્ટ કર્યા જેમાં ૩૦-૪૦ વર્ષ લાગ્યા એ પછીથી હોમિયોપેથી ચાલુ થયું.

તમે કાર્ડીયોલોજીસ્ટ છો પણ તમારા દાદા-પિતા પણ હોમિયોપેથીમાં હતા અને તમે ફોર્થ જનરેશન છો. અત્યારે હોમિયોપેથીની કમ્પેરીઝનમાં એલોપથી તરફ લોકો વધારે જાય છે તો તેના વિશે તમે શું કહેશો ?

નાગપુરમાં મારા દાદાએ હોમિયોપેથીનું પ્રથમ કલિનીક સ્ટાર્ટ કર્યું હતું. ૨૩ જાન્યુઆરી ૧૯૧૨માં ત્યારથી અમે આખી ફેમિલી હોમિયોપેથી છીએ. મારા પિતા પોતે એમબીબીએસ એમડી છે અને હાલમાં હોમિયોપેથી કેન્સરમાં પ્રેકિટસ કરે છે. મારા મધર હોમિયોપેથીમાં જ છે અને તેઓ સ્ત્રીઓને લગતા રોગોમાં પ્રેકિટસ કરે છે. મારો ટર્ન આવ્યો ત્યારે હું જયારે મેડિકલ કોલેજમાં હતો તો મેડિકલ કોલેજમાં કાર્ડિયોલોજીસ્ટ વિભાગમાં ઘણા બધા એવા પેશન્ટ હતા જે એલોપથી સારવાર લેતા હતા. એવામાં હોમિયોપેથી તરફ તેમને વાળ્યા અને ધીમે-ધીમે તેમને સારું થતું ગયું એ પછીથી મને સમજાયું કે હાર્ટ ડિસિઝમાં પણ હોમિયોપેથી કામ કરે છે. ડાયાબિટીસ તેમજ બીપીમાં પેશન્ટ ચાર-પાંચ ગોળીઓ રોજની લેતા હોય છે એ વિશે પણ જાણ્યું એ પછી મેં કાર્ડિયોલોજી ઉપરાંત હોમિયોપેથીની ડિગ્રી લીધી.

હોમિયોપેથી અને એલોપેથીના ડિફરન્સને તમે કેવી રીતે જુઓ છો ?

સૌથી પહેલા ભારતમાં હોમિયોપેથી લાવવાનો શ્રેય જાય છે. મહારાજા રણજીતસિંહને. મહારાજા રણજીતસિંહને કોલેરા હતું. કોલેરા એક એકચ્યુઅલ બીમારી છે લોંગ ટર્મની કે જીવલેણ બિમારી નથી પરંતુ ત્રણ દિવસ થઈ ગયાને મહારાજાને લુઝ મોશન થતા હતા. એ સમયે રાજાને હોમિયોપેથીની દવા આપવામાં આવી અને તેઓ ૧ દિવસમાં સાજા થઈ ગયા એટલે હોમિયોપેથી ઈન્ડિયામાં આવી. જે ક્રોનિક બિમારી માટે નથી એકચ્યુઅલ બિમારી માટે છે તો આ બહુ જ ખોટી ધારણા છે કે હોમિયોપેથીમાં ખુબ જ સમય લાગે છે. જો હોમિયોપેથીમાં દર્દીને સાજા થતા લાંબો સમય લાગતો હોય તો હોમિયોપેથીમાં ડોકટર પ્રેકટીસ જ ન કરી શકે.

પીજીએનએએચઆઈ તમારી ઈન્સ્ટીટયુટ વિશે જણાવો.

૧૯૯૨ના પહેલા ઘણી બધી કોલેજમાં હું ગેસ્ટ લેકચરર તરીકે જતો હતો. એ પહેલા મારા પિતા પણ એ રીતે જતા એ પછીથી અમારો ધ્યેય બની ગયો કે અમે આ ઈન્સ્ટિટયુટ દ્વારા વિદ્યાર્થીઓને પાયાથી શીખવીએ. રાજકોટની અંદર જ મારા ૭ થી ૧૦ કલીનીક છે. મારા ૭ થી ૧૦ સ્ટુડન્ટ છે. જે સકસેસફુલી પ્રેકટીસ કરી રહ્યા છે. અમે પીજીએનએએચઆઈ અંતર્ગત એક કોર્ષ નિકાળ્યો અને ૧૯૯૨ થી ૨૦૧૮માં એ કોર્સ ચલાવીએ છીએ. આ કોર્સમાં જોડાયેલા વિદ્યાર્થીઓ પોતાની જાતે કલીનીક બનાવે છે અને પ્રેકટીસ કરે છે.

તમે હોમિયોપેથી અંતર્ગત બાળકોની કઈ રીતે મદદ કરો છો ?

અમે લોકો કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ કે બાળકોના વેકસીનેશનના બેડ ઈફકેટસ આવી રહ્યા છે. બાળક જન્મતા જ ઘણા બધા વેકિસનેશન આપવામાં આવે છે પરંતુ હાલ અમે કહીએ છીએ કે બાળકોને વેકિસનેશન બંધ કરો. અમે જયારે ઓસ્ટ્રેલિયા ગયેલા યુ.એસ.ગયેલા બધી જ જગ્યા પર એ લોકો વેકિસનેશન બેન કરી રહ્યા છે એ લોકો ત્યાં અવેરનેસ માટે મોટા બેનરો લગાવી વેકિસનેશન બંધ કરવાનું કહી રહ્યા છે. જયાં સુધી વેકસીનેશન બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે કેમ કે અત્યારે ઈમ્યુનિટી સિસ્ટમ લો જઈ રહી છે. બધાને વાઈરસ ઈફેકટ થવાના જ છે. પ્રિવિયસ સ્ટેજમાં ઘણા ડિસિસ હતાં જે હવે કોમ્પ્લીટેડ ડિસિસમાં ફેરવાઈ રહ્યા છે. જો વેકસીનેશન રાખવામાં ન આવે તો એ ઓટોમેટેકલી ઓછું થઈ જાય છે. અમે ૧૦-૧૫ વર્ષથી નોટીસ કયુર્ં છે કે હોમિયોપેથી વેકિસનેશન જો બચ્ચાઓને આપવામાં આવે તો એ લોકોની ઈમ્યુનીટી વધે છે એ લોકોને શરદી, ઉધરસ, ખાંસી, તાવ વગેરે જે ચાલતું રહે છે તે બંધ થાય છે અને હોમિયોપેથીથી ઈમ્યુનીટી વધારી શકો છો.

બાળકમાં એલોપેથીની વધારે અસર કઈ રીતે પડે છે ?

મારા મધર-ઈન-લો ખુદ ગાયનેકોલોજીસ્ટ છે ત્યાં બાળકો પેદા થાય એ સમયે જ અમે કાઉન્સેલિંગ શરૂ કરી દઈએ છીએ કે તમે એલોપેથી પાસે ન જાજો તો અમે એ લોકોને હોમિયોપેથી વેકિસન લેવા માટે કહીએ છીએ. પેરેન્ટસનું કાઉન્સેલિંગ એમાં વધારે મહત્વનું હોય છે. એટલા માટે પેરેન્ટસ સાથે કાઉન્સેલિંગ કરીએ છીએ. નાગપુરમાં હવે આ વસ્તુ શરૂ થઈ ગઈ છે અને હવે ગુજરાતમાં પણ આવી જશે કે લોકો પહેલું પ્રેફરન્સ હોમિયોપેથીને આપે.

હોમિયોપેથીને લઈ સરકાર થોડુ વધુ સપોર્ટ અથવા સહાય આપવાની જરૂર નથી લાગતી ?

આપની વાત સાચી છે. ટેકનોલોજી સારવાર અને સારવાર આપતા તબીબો પર કયાંક નીતિ-નિયમો લગાડવામાં આવે તો નીતિ-નિયમમાં આપો આપ લોકોન જુકાવ વધશે. તમામ મેડિકલ સિસ્ટમો સારી જ છે. લોકોએ તબીબી ક્ષેત્રે હોમિયોપેથીનો ચાન્સ પહેલા લેવો જોઈએ.

દા.ત.અસ્થમાની બિમારી માટે એલોપેથીની મદદ લેવાતી હોય છે પરંતુ અસ્થમાના એટેક પણ સારવાર બાદ વારંવાર આવતા હોય છે ત્યારે જો હોમીયોપેથી પઘ્ધતિથી સારવાર લેવાય તો તેમાં રોક લાગે છે.

સર્વે પ્રમાણે લોકો ૨૦૨૫ થી ૨૦૩૦ સુધી ડીપ્રેશનનો ભોગ બનશે તેને લઈ આપનું શું માનવું છું ?

તમે ખુબ જ સાચી વાત કરી છે. આજે જ સારવારમાં એક એવા દર્દી સાથે ભેંટો થયો જેને કેન્સર છે અને તે કેન્સર ડિપ્રેશનના કારણે છે તે મહિલા ૬૫ વર્ષની વયે સ્તન કેન્સરનો ભોગ બનેલી છે. કેન્સર અને મગજને ઘણું કનેકશન છે. ડીપ્રેશનના ઘણા બધા કારણો છે. જેમાં મુખ્ય કારણ હોય જે અમે આટલા વર્ષોથી જોતા આવ્યા છીએ તે એ છેકે લોકોનો પરીવાર નાનો થતો જાય છે. પહેલા લોકો સંયુકત કુટુંબમાં રહેતા હતો જેનું પ્રમાણ ઘટી ગયું છે. સંયુકત કુટુંબમાં અન બન થતી હોય પરંતુ જો સમસ્યા આવે ત્યારે સંયુકત કુટુંબ એક થઈ જાય છે.

બીજું કારણ એ છે કે પહેલાના સમયમાં કુટુંબ વચ્ચે એક જ તબીબ સારવાર આપતા જેને ફેમેલી ફિઝીશીયન તરીકે ઓળખવામાં આવતા કારણકે ફેમેલી ફિઝીશ્યન તમામ કુટુંબીજનોની રગેરગ પારખતા હોય છે. હવે આજના સમયમાં એરીયા ઓફ સ્પેશિયલાઈઝેશન આવી ગયું છે. જેથી કુટુંબના દરેક સભ્યોના તબીબો અલગ હોય છે. જયારે ત્રીજુ કારણ એકલપણું છે. લોકોને અત્યારે તેમની પાસે રૂપિયા વધી ગયા છે. જેથી તેઓ તેમના બાળકોને વિદેશ મોકલતા હોય છે. કારણકે તેઓ માને છે કે ભલે તેઓ પરદેશ ન જઈ શકયા પરંતુ તેમના બાળકો અચુક જવા જોઈએ અને સમય બદલતા જ માતા-પિતાની જિંદગીમાં એકલતાનો અનુભવ થવા માંડે જે એક મુખ્ય કારણ ગણી શકાય.

આપ કાર્ડિયોલોજીસ્ટ છો ત્યારે આપને પુછવાનું મન થાય કે અત્યારે હાર્ટ એટેકના કેસોમાં વધારો નોંધાયો છે તેનું શું કારણ હોઈ શકે ?

હાર્ટ એટેકને લઈને ઘણા કારણ છે પણ પ્રથમ કારણ એ છેકે, લોકોની રહેણી કહેણીમાં બદલાવ આવ્યો છે. બીજું કારણ એ પણ છેકે આપણા કુટુંબ નાનુ થતું જાય છે. આપણે લોકો ત્રણ ટાઈમ ભોજન સરખી રીતે લઈએ જ છીએ સામે જેટલી કેલેરીને બાળવાની જરૂર હોય તે નથી લવાતી અને તે ફેરમાં રૂપાંતરીત થાય છે ત્યારે લોકોનું શરીર ભલે સુડોણ હોય પરંતુ તેમનું લોહી ખુબ જ ઘાટુ હોવાથી તેમને હૃદય રોગનો હુમલો આવતો હોય છે. જેને લઈ છેલ્લા ૩૦-૪૦ વર્ષમાં આ પ્રકારની બિમારી જોવા મળી રહી છે.

ભારત ડાયાબીટીશને લઈ વિશ્ર્વનું પાટનગર બની ગયું છે. સાથો સાથ હૃદય રોગમાં પણ લાંબા સમય સુધી કાર્ય કરવું તે પણ હૃદયની બિમારી અને ડાયાબિટીશ જોવા રોગોને નોતરે છે. આ તમામ વસ્તુથી બચવું હોય તો પુરતી ઉંઘ મહત્વનું પરીબળ છે. નોર્મલ વ્યકિત જેમની ઉંમર ૧૮ વર્ષથી લઈ ૬૫ વર્ષની હોય તેવા લોકોએ ૮ કલાક નિયમિત સુવું જોઈએ. જેથી માનસિક તણાવ દુર થાય પરંતુ કયાંક ને કયાંક લોકો ૩ કલાક, ૬ કલાક, ૫ કલાક એમ સુતા હોય છે. જે આ રોગોને નોતરી છે. રાતના ૨ થી ૪નો સમય એવો છે જેમાં લોકોએ પુરતી નિંદર કરવી જોઈએ. કારણકે આ સમય દરમિયાન શરીરમાં ઘણું-ખરુ બદલાતું હોય છે. જેમ કે ચામડી નવી આવી ઈત્યાદી…અને આમાં ડિપ્રેશન પણ એક મુખ્ય કારણ છે. કયાંકને કયાંક લોકોને જે દવાઓ આપવામાં આવે છે અને દવાઓનું જે પ્રમાણ હોય છે તેમાં હૃદય રોગ અને ડાયાબીટીસ જેવી બિમારીનું કારણ બને છે.

સ્ત્રીઓ કરતા પુરુષોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધુ છે તેનું કારણ શું હોય શકે ?

આપની વાત સાચી છે. આ મુદાને લઈને ઘણા ખરા સર્વે કરવામાં આવ્યા છે પરંતુ કયાંકને કયાંક મહિલાઓ ઈમોશનલી સ્ટ્રોંગ હોય છે અને તેઓ મલ્ટી ટ્રાસ્ક્રીંગ હોય છે. ઉદાહરણ તરીકે એક વ્યકિત એક સમયે એક કામ કરી શકતો હોય ત્યારે મહિલા એક સમયે એકથી વધુ કામ કરવા સક્ષમ હોય છે. બીજી વસ્તુ એવી છેકે મહિલાઓમાં કયાંકને કયાંક અપેક્ષાઓ ઓછી છે. પુરુષોની તુલનામાં જે કારણે છે કે મહિલાઓને હાર્ટ એટેક નથી આવતા રડવું એ ખુબ જ મોટી વાત છે. ઈમોશન્સ આવવાથી જો લડી લેવાઈ તો હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઘટી જતા હોય છે ત્યારે પુરુષો રડવાના બદલે તમામ વસ્તુઓ પોતાનામાં સંગ્રહ કરી રાખે છે. જેથી તે હાર્ટ એટેક જેવી ગંભીર બિમારીનો ભોગ બને છે.

રડવું એ કુદરતી છે ત્યારે આપને શું લાગે છે આ બાબતે માતા-પિતાએ સમજવું જોઈએ કે નહીં ?

બિલકુલ રડવું તે કુદરતી છે આપણે જાણીએ છીએ કે કોઈ મસ્તીની વાત હોય તો આપણે હસી પડતા હોય છીએ ત્યારે એવી જ રીતે પોતાની ભાવનાને વ્યકત કરી ન શકાય તો રડી લેવું તે હિતાવહ છે અને રડવાથી અનેકવિધ શારીરિક રોગથી પણ બચી શકાય છે. કયાંક ને કયાંક બંનેનો સ્વભાવ પણ મહત્વનો ભાગ ભજવે છે. આપણે સામે વાળી વ્યકિતને આપણી ભાવના વ્યકત નથી કરી શકતા અને વિચાર પણ આવે છે કે તેમને કેમ કહેવું તે પણ એક મુખ્ય કારણ છે. લોકો જેટલા ખુલ્લા મને વાત કરતા થાય અને વિચારતા થાય તો ઘણી ખરી બિમારીઓ ભલે તે પછી શારીરિક કે માનસિક હોય તેનાથી બચી શકાય છે. લોકોએ વેરની ભાવના ભુલી જવી જોઈએ અને જે કાંઈ હોય તે તેજ સમયે બોલી દેવું જોઈએ જેનાથી અનેક સમસ્યાનું નિરાકરણ થઈ શકે.

Sequence 01.Still003

* અબતકના દર્શક મિત્રોને આપનો શું સંદેશ રહેશે ?

મેડિકલ ક્ષેત્રમાં તમામ વિભાગો જેમ કે એલોપેથી-હોમિયોપેથી આયુર્વેદ તે બધા જ સારા છે. બ્લડપ્રેશર એ ખુબ જ મોંઘી બિમારી છે. કેમ કે વારંવાર તેની તપાસ કરાવવા જવુ પડતું હોય છે. હોમિયોપેથી આ તમામની શ્રેણી કરતા સૌથી છેલ્લે આવે છે. મારી માત્ર એટલી જ ઈચ્છા છે અને એક અપીલ છે કે લોકો હોમિયોપેથીને પહેલા પ્રર્ફોમન્સ આપે. હોમિયોપેથીનો ઉપયોગ સૌથી પહેલા કરવો જોઈએ અને જો કોઈ ફળ ન મળે તો જ બીજી ટ્રીટમેન્ટમાં જવું જોઈએ. હોમીયોપેથીમાં પણ દવાઓ ખુબ જ સસ્તી અને અસરકારક હોય છે. અન્યની સરખામણી કરતા જે મહત્વની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.