ધોરણ 12ની પરીક્ષામાં 7178માંથી કુલ 42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા
ધો 10 ની પરીક્ષા સવારના 10થી 1.15 કલાક દરમિયાન ધોરણ 10માં પહેલું પેપર ગુજરાતી, ઇંગ્લિશ તથા સંસ્કૃત સાહિત્યમનું હતું. જેમાં ગુજરાતી વિષયમાં કુલ 12,214 પરીક્ષાર્થીએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 12,010 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા જયારે 204 ગેર હાજર રહ્યા હતા. તેવી જ રીતે
ઇંગ્લિશ વિષયમાં કુલ 348 પરીક્ષાર્થીઓમાથી 347 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે 01 ગેરહાજર રહ્યા હતો. તેમજ સંસ્કૃત સાહિત્યમ વિષયમાં કુલ 11 પરીક્ષાર્થીમાંથી 10 પરીક્ષાર્થી હાજર રહ્યા જયારે 1 ગેરહાજર રહ્યો હતો. આમ ત્રણે વિષયના મળીને કુલ 12,573 પરીક્ષાર્થીઓમાંથી કુલ 12,367 હાજર રહ્યા હતા અને કુલ મળી 206 વિધાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.
મોરબી જિલ્લામાં કોઈ ગેરરીતિ સામે આવી નથી. બોર્ડનાં જણાવ્યા અનુસાર, ધોરણ 12ની પરીક્ષા બપોરે 3 વાગ્યે શરૂ થઇ હતી. જેમાં મોરબીના પરીક્ષાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળ તત્ત્વોનું પેપર આપ્યું હતું. ત્યારે વિજ્ઞાન પ્રવાહના 1728 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 1718 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા જયારે 10 ગેરહાજર રહ્યા હતા. તેવી જ રીતે સામાન્ય પ્રવાહમાં 5450 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ તેમાંથી 5418 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. જયારે 32 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.