બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એલસીબીએ મંગળવાર બાતમીના આધારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમાં રહેતા સંદીપભાઈ બેચરભાઈ રાજગોરના ઘરે રેડ કરીને ૧૯૮ ઈંગ્લીશ દારૂનો બોટલો સાથે તેને ઝડપી લીધો હતો બાદમાં પોલીસે આ શખ્સની વધુ દારૂનો જથ્થો ક્યાં છુપાવ્યો તે અંગે પૂછપરછ કરતા તેણે માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રાજગોર શેરીમાં આવેલ તેના બંધ હાલતમાં ખંઢેર જેવા મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કબૂલાત આપી હતી.જેના આધારે માળીયા પીએસઆઇ જી.વી.વાણિયા તથા સ્ટાફના ચેતનભાઈ કડીવાર ,જયસુખભાઈ વસીયાણી, વિપુલભાઈ ફુલતરિયા, મનસુખભાઇ મંઢ સહિતનાએ આરોપીના વવાણીયા ગામે આવેલા જુના ઘરે દોરડો પાડીને ત્યાંથી રૂ.૮૧,૬૦૦ ની કિંમતની ૨૦૪ ઈંગ્લીશ દારૂની બોટલો. જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત