સૌથી વધુ મચ્છુ-૨ ડેમમાં ૧૬૧૫ મી. ક્યુ. પાણી
મોરબી જિલ્લાના ૧૦ ડેમોમાં હાલ ૪૦૭૩ મી. ક્યુસેક પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અને બીજી તરફ ચોમાસુ શરૂ થઇ ગયું છે. માટે જિલ્લાની પાણી અંગેની સ્થિતિ ખૂબ સારી હોવાનું જણાય આવે છે. હાલ સૌથી વધુ મચ્છું-૨ ડેમમાં ૧૬૩૮ મી.ક્યુ. પાણી છે.
મોરબી જિલ્લાના તમામ ડેમોની સ્થિતિ જોઈએ તો મચ્છું ૧ ડેમ ૪૯.૦૨ ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં ૫૪૬ મી.ક્યુ. એટલે કે ૨૧.૭૦ ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મચ્છું-૨ ડેમ ૫૮.૦૧ ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં ૧૬૧૫ મી.કયુ. એટલે કે ૨૪.૨૦ ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમી-૧ ડેમ ૨૪.૭૭ ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં ૨૫૧ મી.ક્યુ. એટલે કે ૧૨.૪૦ ફૂટ પાણીનો જથ્થો છે. ડેમી-૨ ડેમ ૩૬.૩૫ ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં ૨૧૯ મી.ક્યુબ એટલે કે ૧૦.૧૦ ફૂટ પાણીનો જથ્થો છે.
ઘોડાધ્રોઇ ડેમ ૩૩.૭૯ ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં ૫૫ મી.કયુ. એટલે કે ૧.૪૦ ફૂટ પાણીનો જથ્થો છે. બંગાવડી ડેમ ૨૫.૦૭ ફૂટ ઊંડાઈ ધરાવે છે.જેમાં ૧૨ મી.કયું. એટલે કે ૩.૫૦ ફૂટ પાણીનો જથ્થો છે. બ્રાહ્મણી ડેમ ૩૪.૮૪ ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં ૮૭૨ મી.કયું. એટલે કે ૧૭.૧૦ ફૂટ પાણીનો જથ્થો છે.
બ્રાહ્મણી-૨ ડેમ ૫૩.૩૫ ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં ૨૯૧ ફૂટ એટલે કે ૧૦.૧૦ ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મચ્છું-૩ ડેમ ૩૫.૬૩ ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં ૧૯૧ મી.કયું. એટલે કે ૧૫.૩૦ ફૂટ પાણીનો જથ્થો છે. જ્યારે ડેમી-૩ ડેમ ૨૯.૨૦ ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં ૨૧ મી.કયું. એટલે કે ૦.૦૦ ફૂટ પાણીનો જથ્થો છે.