- શહેરની પ્રવાસન ક્ષમતા, ઉત્પાદન ઉદ્યોગ, સુલભતા, એરપોર્ટ અને વસ્તી જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ લેવાશે નિર્ણય
સમર ઓલિમ્પિક્સ 2036 અને પેરાલિમ્પિક્સની યજમાનીના ભારતના દાવા બાદ હવે તેની યજમાની અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆર અને તાજમહેલનું શહેર આગ્રા ઓલિમ્પિક સ્થળનો વિકલ્પ બની શકે છે. જો ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (ઈંઘઈ) ભારતની બિડને ધ્યાનમાં લે છે, તો આગળનું મોટું પગલું યજમાન શહેરની ઓળખ કરવાનું હશે. દિલ્હી-એનસીઆર અને આગ્રામાં ઓલિમ્પિકનું આયોજન કરવાનું વિચારી શકાય. અત્યાર સુધી અમદાવાદ અને મુંબઈને મુખ્ય વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા હતા. 1.32 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાને કારણે અમદાવાદને ઓલિમ્પિકની યજમાની માટે દાવેદાર માનવામાં આવતું હતું. ઓલિમ્પિકની યજમાનીનો વિકલ્પ પસંદ કરતી વખતે શહેરની પ્રવાસન ક્ષમતા, ઉત્પાદન ઉદ્યોગ, સુલભતા, એરપોર્ટ અને વસ્તી જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. આવતા વર્ષે આ મુદ્દે પ્રક્રિયા આગળ વધશે.
વર્ષોથી સ્પષ્ટ છે તેમ, ઓલિમ્પિક બિડ માટે વિચારણા માત્ર પ્રદેશો અને પક્ષપાત પર નહીં પરંતુ પ્રવાસન સંભવિત, ઉત્પાદન ઉદ્યોગ, જગ્યા, સુલભતા, એરપોર્ટ અને વસ્તીના કદ જેવા અનેક પરિબળો પર આધારિત રહેશે.
ઓલિમ્પિક સંસ્થા સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે શહેરની પસંદગી વખતે પ્રવાસનને કેન્દ્રમાં રાખવામાં આવે છે. થેમ્સ નદી અને ટાવર બ્રિજ લંડન ઓલિમ્પિક્સ 2012 માટે કેન્દ્ર સ્થાને છે. તેવી જ રીતે રિયો-2016માં ક્રાઇસ્ટ ધ રિડીમરની પ્રતિમા અને ફ્રાન્સમાં એફિલ ટાવરને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. આને ધ્યાનમાં લેતાં તાજમહેલ ભારતનું સૌથી પ્રતિષ્ઠિત સ્થળ છે. સરકાર તાજમહેલનો ઉપયોગ ઓલિમ્પિકના પ્રતીક તરીકે કરી શકે છે.
દિલ્હી-આગ્રામાં ઓલિમ્પિક યોજવાના કારણો
- દિલ્હી દેશની રાજધાની છે. તે મુખ્ય પ્રવાસન સ્થળોનું પ્રવેશદ્વાર છે.
- દિલ્હી-NCR અને આગ્રાની આસપાસ કનેક્ટિવિટી ઝડપથી વધી રહી છે. ચાર એરપોર્ટ છે. જેનાથી પ્રવાસીઓને સુવિધા મળશે.
- ભવિષ્યમાં નવા બાંધકામ માટે જમીન ઉપલબ્ધ છે.
- તાજમહેલ વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.