ચીન સરકારે ૨૦૧૬માં વધતા જતા જન્મદરને કાબુમાં લેવા બે બાળકો બસની નીતિ અપનાવી હતી જેથી બે વર્ષમાં નવજાત બાળકોની સંખ્યા ૧૫ ટકા ઘટી જવા પામી
દુનિયામાં સૌથી વધુ જનસંખ્યાવાળા દેશ ચીનની આબાદી ૨૦૨૯માં ૧.૪૪ અરબ સુધી પહોંચી જશે અને ત્યારબાદ ૨૦૩૦થી તેમાં ઘટાડો થશે તેવું ચીનની એક શોધ તેમજ પરામર્શ સંસ્થાએ અનુમાન વ્યકત કર્યું છે. ચાઈનીઝ એકેડમી ઓફ સોશયલ સાયન્સીસે કહ્યું કે ચીનની આબાદી ઘટીને ૨૦૫૦માં ૧.૩૬ અરબ પર અને ૨૦૬૫માં ૧.૨૫ અરબ થઈ જશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે અઘ્યયનમાં એ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો હાલનો પ્રજનન દર ૧.૬ ટકા પર બની રહે તો ૨૦૨૭માંથી જ જનસંખ્યામાં ઘટાડો થશે. મહત્વનું છે કે ૧૯૯૬ બાદ ચીન પ્રજનન દર ૧.૬ થી ઓછો રહ્યો છે. જોકે ત્યારબાદ તેમાં વધારો થયો અને ૨૦૧૩માં ફરી ૧.૬ પર પહોંચી તથા ૨૦૧૬માં ૧.૬૨ થઈ ગઈ.
અહીં પ્રજનન દરનું તાત્પર્ય પ્રત્યેક મહિલા દ્વારા બાળકોને અપાયેલા જન્મને આધારે છે અને રીપોર્ટ પ્રમાણે જો પ્રજનન દર આ પ્રમાણે રહેશે તો ચીનની જનસંખ્યા ઘટી શકે છે. મહત્વનું છે કે ત્રણ વર્ષ પહેલા જનસંખ્યાને કાબુમાં લેવા ચીન સરકાર દ્વારા અમલમાં લેવાયેલી બે બાળકોની નીતિ શ‚ કરાઈ હતી. જોકે તેની કોઈ અસર થઈ નથી તેવું વિશેષજ્ઞોનું માનવું છે. ગત વર્ષે ચીનમાં નવજાત બાળકોની સંખ્યામાં ૨૦ લાખ બાળકો ઘટયા હતા અને હવે તેને આધારે આબાદી પણ ઘટવાની આશંકા છે.
જોકે, નવજાત શીશુઓનો રાષ્ટ્રીય આંકડો હજી પ્રકાશિત થયો નથી. પરંતુ સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગોના આંકડાથી ખયાલ આવે છે કે ૨૦૧૮માં જન્મ લીધેલા બાળકોની સંખ્યા ૨૦૧૭ની તુલનામાં ઓછામાં ઓછી ૧૫ ટકા નીચે રહી શકે છે. ચીનની જનસંખ્યામાં ઘટાડો થવાને લઈ ૨૦૧૬માં ઘણા વર્ષો જુની બાળકોની નીતિને ખતમ કરી દેવામાં આવી હતી. આ પગલું ત્યારે ભરાયું જયારે દેશમાં યુવાનની સંખ્યા ઓછી થવા લાગી અને વૃદ્ધોની સંખ્યા વધવા લાગી.
ચીનની ૧૪૦ કરોડની આબાદીમાં મોટી ઉંમરના નાગરિકોની સંખ્યા ૨૪.૧૦ કરોડ સુધી પહોંચી ગઈ હતી. જે કુલ આબાદીના ૨૦ ટકાથી વધુ છે. જોકે રીપોર્ટમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીન તેની જન્મદર નિયંત્રણની નીતિને પુરી રીતે સમાપ્ત કરી શકે છે અને લોકોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરી શકે છે.