- કાતિલ ઠંડી વચ્ચે ગરમા ગરમ સમાચાર…!
- 2024 નું રેકોર્ડબ્રેક તાપમાન આગામી વર્ષે વધુ ગરમ રહેવાની સંભાવના: ગ્રીનહાઉસ ગેસનું સ્તર વધુ વધશે, જે ભવિષ્યમાં વધુ ગરમી તરફ દોરી જશે
વર્ષ 2024 પૂરું થવાનું છે અને 2025 આવવાનું છે.2025 સૌથી ગરમ વર્ષનો રેકોર્ડ તોડી નાખશે. વિશ્વ હવામાન સંગઠને આગામી પાંચ વર્ષમાં વિશ્વભરમાં મોસમી ફેરફારોની આગાહી કરી છે. આમાં તેણે દાવો કર્યો છે કે વર્ષ 2025 ફરીથી સૌથી ગરમ વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. કારણ કે આગામી પાંચ વર્ષમાં પૃથ્વીનું તાપમાન 40 ટકા વધી શકે છે. આ સિવાય એટલાન્ટિક મહાસાગરમાં ભયાનક સ્તરના વાવાઝોડાંનું આગમન થવાની સંભાવના છે. કાતિલ ઠંડી વચ્ચે આ ગરમા ગરમ સમાચાર આવ્યા છે. આવનારું 2025નું વર્ષ છેલ્લા ત્રણ વર્ષનું સૌથી ગરમ વર્ષ બનવા જઈ રહ્યું છે. વિશ્વ હવામાન સંસ્થાએ 2025માં હવામાનમાં ફેરફારને લઈને ચેતવણી જાહેર કરી છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનએ ચેતવણી આપી હતી કે 2024 નું રેકોર્ડબ્રેક તાપમાન આગામી વર્ષે ચાલુ રહેવાની સંભાવના છે, જેમાં ગ્રીનહાઉસ ગેસનું સ્તર વધુ વધશે, જે ભવિષ્યમાં વધુ ગરમી તરફ દોરી જશે. ડબલ્યુએમઓના સેક્રેટરી જનરલ સેલેસ્ટે સાઉલોએ જણાવ્યુ હતું કે, સેક્રેટરી જનરલ બનવાના મારા પ્રથમ વર્ષમાં મેં આબોહવાને લઈને સતત રેડ એલર્ટ જારી કર્યા છે. વર્ષ 2025 એ ડબ્લ્યુએમઓની 75મી વર્ષગાંઠ છે, અમારો સંદેશ છે કે જો તમારે સુરક્ષિત ગ્રહ જોઈતો હોય તો તમારે હવે પગલાં લેવા પડશે. તે દરેકની જવાબદારી છે, તે વૈશ્વિક જવાબદારી છે. જનરલ સેક્રેટરીએ કહ્યું, સતત વધી રહેલું તાપમાન વિવિધ પગલાં લેવાની ચેતવણી આપે છે. ડબલ્યુએમઓ જળવાયુ પરિવર્તન અંગે સતત પગલાં લઈ રહ્યું છે. વિશ્વમાં 2024માં સરેરાશ 41 દિવસોમાં ખતરનાક ગરમી જોવા મળી હતી. નાના ટાપુ વિકાસશીલ રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું હતું, તેમના લોકો અનુભવી રહ્યા હતા.ગરમીના લીધે ઓછામાં ઓછા 3,700 મૃત્યુ થયાના અહેવાલો છે. ગયા વર્ષે, સમાન સંસ્થાએ 40 ટકાને બદલે 20 ટકા વધુ ગરમ થવાની આગાહી કરી હતી. યુનાઇટેડ કિંગડમના હવામાનશાસ્ત્રી લીઓ હર્મનસે જણાવ્યું હતું કે તાપમાનમાં બમણો વધારો થવાનો અર્થ છે ટેક્નોલોજીમાં ફેરફાર. એવી તકનીક જે બદલાતી રહે છે, પરંતુ આને લીધે, ગરમી પણ વધી રહી છે. ક્યારેય ધ્રુવીય વિસ્તારો તરફ ધ્યાન આપ્યું નથી. ત્યાંની હાલત દિવસેને દિવસે વણસી રહી છે.ડબ્લ્યુએમઓની ચેતવણીનો અર્થ એ છે કે તમામ દેશો અને તેમની સરકારોએ પર્યાવરણ અને પૃથ્વીને બચાવવા માટે કડક પગલા ભરવા જ જોઇએ. પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધના દેશો જેમાં મોટાભાગના ખંડો આવેલા છે, તેઓ આ વર્ષે સરેરાશ તાપમાન કરતા વધુ સહન કરશે. ડબ્લ્યુએમઓએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આવતા પાંચ વર્ષમાં કોઈપણ એક વર્ષનું તાપમાન ઔદ્યોગિક સમયગાળા કરતા 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારે રહેશે. આ કિસ્સામાં, પેરિસના વાતાવરણના પ્રભાવ હેઠળ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના તમામ પ્રયત્નોનો નાશ થઈ શકે છે. આ સમયે, વિશ્વ ઔદ્યોગિક સમયગાળા કરતા 1.2 ડિગ્રી સેલ્સિયસ ગરમ હશે.