નિર્મલાનું આગામી બજેટ “નિર્મળ બની રહેશે!!
ભારતના અર્થતંત્રને “કળ વળી”: IMF
વ્યાજદર યથાવત, GDPના રથને દોડતો કરવા RBIની રણનીતિ
નિર્મલાનું આગામી બજેટ ‘નિર્મળ’ બની રહેશે વર્ષ ૨૦૨૧નું આગામી બજેટ ‘ફુલગુલાબી’ રહેશે તેવો નાણામંત્રી નિર્મલા સિતારામને કોલ આપ્યો છે. કોરોના મહામારીમાંથી ધીમેધીમે ઉગરતું દેશનું અર્થતંત્રવે, આગામી નાણાંકીય વર્ષમાં પૂરઝડપ ભરે તેવી શકયતા છે.
નાણામંત્રી નિર્મલા સિતારામને આ અંગે જણાવ્યું છે કે આવતા ચારથી પાંચ વર્ષનાં સમયગાળામાં અર્થતંત્ર વધુ મજબુતાઈથી આગળ ધપશે. અને આ માટે ફેબ્રૂઆરી માસમાં રજૂ થઈ રહેલા બજેટમાં વધુ ભંડોળ ફાળવાશે દેશના સર્વાંગી વિકાસને આધારીત જ સંપૂર્ણ બજેટ રહેશે ધ રોયટર્સ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ આઉલુક સમીટને સંબોધતા નાણામંત્રી સીતારામને જણાવ્યું કે, વિશ્ર્વના બીજા ક્રમે કોરોનાનાકેસોના ફેલાવા છતા ભારતે સ્થિતિનો મજબુતાઈથી સામનો કર્યો છે. આગામી વર્ષ ૨૦૨૧-૨૨ સારા રેટ માટે એક મોટા વર્ષ તરીકે સાબિત થશે અર્થતંત્રને વેગવંતુ બનાવવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે અને આ માટે આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ પાયારૂપ બની રહેશે.
ભારતના અર્થતંત્રની સુધરતી સ્થિતિની આંતરરાષ્ટ્રીય મોનીટરી ફંડ આઈએમએફે પણ નોંધ લીધી છે. આઈએમએફે જણાવ્યું છે કે ભારતીય અર્થતત્રને ‘કળવળી’ છે અને રીકવરી થઈ રહી છે જે ધાર્યા કરતા વધુ સારી ગતિએ રીકવરી થઈ રહી છે. અર્થતંત્રનાં રથને દોડતો કરવા માટે રીઝર્વ બેંકે રણનીતિ ઘડી કાઢી છે. કોરોનાના કાળા વાદળોને દૂર કરી વિકાસનો સોનેરી સુરજ ઉગાડવા રીઝર્વ બેંકે પ્લાન ઘડયો છે. જેને લઈ આજ મોનીટરીંગ બેઠક મળવાની છે. જેમાં વ્યાજદર યથાવત રહે તેવી ધારણા છે. ફુગાવાનો દર ૪ ટકાએ રહેતા વ્યાજદરો યથાવત જ રહે તેમ વિશ્ર્લેષકોનું માનવું છે.