રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાનું રાજકોટ પોલીસ દ્વારા શાહી સન્માન

ગોરધન ઝડફીયાની હત્યાની સોપારી લેનાર સાર્પ શુટરની પૂછપરછમાં અન્ય શખ્સોની સંડોવણી ખુલ્લી

રાજકોટમાં ક્રાઇમ રેટ ઘટયાની અને પોલીસની ડીટેકશનની કામગીરીથી ડીજીએ કરી પ્રસંશા

જામનગર ગેંગસ્ટર જયેશ પટેલને પકડવામાં પોલીસ દ્વારા અગાઉ પણ કાર્યવાહી કરી’તી: સાગરીત રજાક સોપારીને ઝડપી લેવાયો

રાજયમાં આઠ વિધાનસભાની ચૂંટણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને સોશ્યલ ડીસ્ટન્સનો અમલ કરાવાશે

રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા સૌ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા બાદ પત્રકારો સાથેની કરેલી વાતચીતમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ઘણી સારી હોવાનું અને રાજકોટ પોલીસ દ્વારા ડીટેકશનની સારી કામગીરી હોવાનું કહ્યું હતું. તેમજ છેલ્લા બે દાયકામાં ૨૦૧૯નું વર્ષ સર્વ શ્રેષ્ટ કામગીરીનું રહ્યું છે.

રાજયમાં મહિલા અત્યાચાર અને ડ્રગ્સ બાબતે કડક કાર્યવાહી કરવા માટે તમામ પોલીસ સ્ટાફને તાકીદ કરી છે. એટલે જ એનડીપીએસ અંગે એક મહિના સુધી રાજયભરમાં પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જો કે રાજયભરમાં એનડીપીએસ અંગેની ડ્રાઇવ પુર્વે જ રાજકોટ પોલીસે ઘણા સારા કેસ કર્યા છે. નોંધપાત્ર માત્રામાં ચરસ અને ગાંજો પકડી પાડયા છે.

રાજયના આઠ પેટા ચુંટણીને ધ્યાને રાખી ત્યાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે માથાભારે અને અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપી છે. જોકે સરકાર દ્વારા પાસાના કાયદામાં કરેલા સુધારાથી ગુનેગારો પર પોલીસનો અંકુશ વધી ગયો છે. પાસામાં વ્યાજના ધંધાર્થી, જુગારના ધંધાર્થી અને મહિલા અત્યાચાર સહિતના ગુનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જાળવી રાખવા પોલીસ માટે ઉપયોગી છે. રાજકોટ પોલીસે ગુજકોક હેઠળ કરેલી કામગીરી યાદ કરીને નામચીન શખ્સો સામે કરેલી કડક કાર્યવાહીની પસંશા કરી હતી. આ ઉપરાંત સ્પા, વ્યાજ, મહિલા અત્યાચાર, રેમડેશીવીર ઇન્જેકશન પ્રકરણ, બાળકના તસ્કરીનો ઉપરાંત કોરો સમયે લોકો ઓછી સંખ્યામાં સંક્રમિત થાય તે અંગે રાજકોટ પોલીસ દ્વારા કરાયેલી કામગીરીની પસંશા કરી છે.

DSC 0246

જામનગરના ગેંગસ્ટર જયેશ પટેલને ઝડપી લેવા પોલીસ દ્વારા અગાઉ પર સારી કામગીરી થઇ હતી અને હાલ પણ તેના પર પોલીસનું દબાણ વધારવામાં આવતા તેનો સાગરીત રજાક સોપારીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પુર્વ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફીયાની હત્યાની સોપારી લેનાર સાર્પ શુટર અમદાવાદની હોટલમાં ઝડપાયા તેની પાસેથી અન્ય શખ્સોના નામ ખુલ્યા છે તેઓને તાકીદે ઝડપી લેવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું છે.

યુવા વર્ગ જેઓમાં નશો કરવાનો વ્યાપ ખુબ જ વધેલ છે અને જેઓ આવા નશા કરવાથી તેમને શારીરીક, માનસિક, સામાજીક તથા આર્થિક નુકસાની થતી હોય છે અને આવી ગે.કા.પ્રવૃતિ આચરનાર જેઓ શખ્સ દ્વારા દેશના યુવાનોને નિશાન બનાવવામાં આવતા હોય છે જેથી આવી ગે.કા. પ્રવૃતિ નાબુદ થાય તે માટે રાજકોટ શહેર એસઓજી શાખા દ્વારા એનડીપીએસની ગેરકાયદેસરની પ્રવૃતિ કરનાર શખ્સો વિરુઘ્ધ ખુબ જ સુંદર અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ છે જેમાં રાજકોટ શહેરમાં એનડીપીએસ શખ્સોના સને ૨૦૧૯માં ૧૯ તથા સને ૨૦૨૦માં હાલ સુધીમાં કુલ ૧૩ ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ એકથી વધુ એનડીપીએસના ગુન્હામાં પકડાયેલ શખ્સો જામીન મુકત થતા તેઓ વિરુઘ્ધ પી.આઈ ટીએનડીપીએસ એકટ ૧૯૮૮ હેઠળ એક શખ્સને રાજકોટ શહેરમાં પ્રથમ વખત ડિટેઈન કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં નોંધપાત્ર કામગીરી કરી છે.

ગેરકાયદેસર ધીરધારનો વ્યવસાય કરનાર શખ્સો દ્વારા જ‚રીયાતમંદ વ્યકિતની આર્થિક જ‚રીયાતનો લાભ ઉઠાવી તેઓને ઉંચા વ્યાજે પૈસા આપી બાદ મુદલ તથા વ્યાજના વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને જેથી ભોગ બનનાર જે આત્મહત્યા જેવા પગલા પણ ભરતા હોય છે. જેથી રાજકોટ શહેરમાં આવા ગેરકાયદેસર ધીરધારનો વ્યવસાય કરનાર શખ્સો ઉપર અંકુશ લાવવા માટે રાજકોટ શહેરમાં ઝોન વાઈઝ લોક દરબારો ગોઠવી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલ લોકોને મદદ‚પ થઈ તેઓની ફરિયાદ અરજી આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ હાલમાં નવા પાસા અધિનિયમ હેઠળ પણ ધીરધારની ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા શખ્સો વિરુઘ્ધ એકથી વધુ ગુન્હા દાખલ થાય તેઓ વિરુઘ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની જોગવાઈ થયેલ હોય જેથી આવા ગુન્હા આચરનાર શખ્સો વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને પાસા અટકાયતી તરીકે અટકાયતમાં લેવા પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.

DSC 0257

હાલમાં ગુજરાત સરકાર દ્વારા નવો પાસા અધિનીયમ અમલમાં મુકવામાં આવેલ છે જેમાં ઘણા હેડ ના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં જુગાર, વ્યાજંકવાદ, જાતીય સતામણી વિગેરે નો સમાવેશ કરવામાં આવે હોય જે હેઠળ હાલ સુધીમાં નવા સુધારેલ કાયદા હેઠળ રાજકોટ શહેર ખાતે જુગાર અધિનિયમ હેઠળના કુલ ૪ તથા જાતિય સતામણી અંગે કુલ-૩ એક કુલ સાત શખ્સને પાસા અટકાયતી તરીકે અટકાયતમાં લેવામાં આવેલ છે તેમજ ગુન્હાહીત પ્રવૃતિ આચરનાર શખ્સ  વિરુઘ્ધ વધુમાં વધુ અસરકારક અટકાયતી પગલા લેવા રાજકોટ શહેર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે. રાજકોટ શહેરમાં પ્રોહીબીશન શરીર સંબંધી મિલ્કત સંબંધી ઇમોરલ ટ્રાફીકીંગ વિગેરે એક થી વધુ વખત ગુન્હાઓ આચરનાર શખ્સ  વિરુઘ્ધ તા. ૧૫/૯/૨૦૨૦ થી આજ દિન સુધીમાં કુલ રર ઇસમો ને પાસા અધિનિયમ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે.

હાલમાં સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય જેથી સરકાર દ્વારા લોકોને પોતાના ઘરે રહી સ્વસ્થ અને સુરક્ષીત રાખવા માર્ગદશીકા જાહેર કરવામાં આવેલ હતી જેમાં પોલીસ ડીપાર્ટમેન્ટની ખુબ જ મહત્વની ફરજ રહેલ હતી જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના વાયરસ ની મહામારી સમય દરમ્યાન લોકડાઉન તથા અનલોક સમયે કડકાયથી પાલન કરાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે સાથે માનવીય અભિગમ પણ અપનાવી લોકોની સેવાકીય પ્રવૃતિ કરવી જરુરી હોય જેથી પોલીસ પ્રજાનો મિત્ર છે તે કહેવત સાર્થક કરવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ લોકડાઉન સમયે પરપ્રાંતિય મજૂરો કે જેઓ પોતાના વતન ખાતે જવા માંગતા હોય જેઓને તેમના વતન ખાતે પહોેંચવા માટે તેમનું રજિસ્ટ્રેશન કરવા તેમજ તેઓના રહેણાંક નજીકથી તેઓને રેલવે સ્ટેાન સુધી પહોંચાડવા તેમજ તેના ભોજનની વ્યવસ્થા રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ તેમજ લોકડાઉન સમયે જ‚રીયાતમંદ લોકોને બે ટાઈમ ભોજન મળી રહે તે માટે બોલબાલા ટ્રસ્ટ અને અન્ય સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ વિગેરે લોકડાઉન સમયે માનવીય અભિગમ અપનાવી સેવાકીય પ્રવૃતિ કરવામાં આવેલ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી રાષ્ટ્રીય કક્ષાના સ્કોચ એવોર્ડમાં સ્ટેટ ઓફ મેરીટ એવોર્ડ માટે પસંદગી પામેલ છે અને ભવિષ્યમાં તા.૨૮/૧૦/૨૦૨૦ના રોજ સ્કોચ એવોર્ડની ફાઈનલ પસંદગીમાં ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્જ મેડલ મળવાની પણ પુરેપુરી શકયતા છે.

DSC 0251

ક્રાઈમ રેટ

રાજકોટ શહેરમાં છેલ્લા ૨૦ વર્ષમાં સને ૨૦૧૯માં સૌથી ઓછો ક્રાઈમરેટ રહેલ છે એટલે કે ક્રાઈમ રેટમાં ૨૪ ટકાનો ઘટાડો થયો છે જે ખુમજ પ્રસંસનીય કામગીરી છે જે ક્રાઈમ રેટ ઘટાડવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ખાનગી બાતમીદારો, અટકાયતી પગલાઓ વિગેરેની સાથે સાથે આધુનિક જમાનામાં ટેકનોલોજીનો પર ઉપયોગ કરી ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશન દ્વારા રાજકોટ શહેરના માથાભારે ઈસમો (ટપોરી) કે જે શરીર સંબંધી ગુન્હાઓ કરે છે તથા એમ.સી.આર હીસ્ટ્રીસ્ટર, બુટલેગર્સ, નાસતા ફરતા આરોપીઓ વિગેરે નાઓને અવાર-નવાર ચેક કરતા ઉપરોકત વિગતે ગુન્હાઓનો ઘટાડો થયો છે. ઉપરોકત સમગ્ર કરેલ કામગીરી બાબતે ડી.જી.પી.આશિષ ભાટીયાએ પ્રશંસા કરી બીરદાવેલ છે.

ઉલ્લેખનીય છે કે હરિયાણાના વતની અને એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ ૧૯૮૫માં આઇપીએસ બનેલા આશિષ ભાટીયાએ રાજયના જુદા જુદા શહેરોમાં પસંશનીય ફરજ બજાવી છે. સુરત અને અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે. ૨૦૦૮માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો માત્ર ૨૦ જ દિવસમાં ભેદ ઉકેલી ઇન્ડિયન મુઝાહીદીન ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલા ૩૦ જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. આ સમય દરમિયાન અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડનો પણ ભેદ ઉલ્યો હતો. ૨૦૧૯માં કચ્છના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પણ મહત્વની ભૂમિકા રહી છે. તેમને ૨૦૦૧માંપોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાયો ડિઝલને બાયપાસ કોણે કયું?

બાયો ડિઝલ અંગે ૪૦ ગુના નોંધાયા કોનો પનો ટૂંક પડયો

રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં બાયો ડિઝલ અંગે કુલ ૪૦ જેટલા ગુના નોંધાયા છે. અને શંકાસ્પદ ઇંધણ અંગે એફએસએલની મદદથી તપાસ ચાલું હોવાનું જણાવ્યું છે. બાયો ડિઝલના ઠેર ઠેર પંપ કંઇ રીતે ચાલું થયા અને અત્યાર સુધી કંઇ રીતે વેચાણ થયું સહિતની ગોઠવણમાં કોનો પનો ટૂંકો પડયો અને બાયો ડિઝલ કેમ બાયપાસ થઇ ગયું કોને કુંડળીમાં ગોળ ભાંગ્યો સહિતના પ્રશ્ર્નો મહત્વના બની ગયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.