ભારતીય ક્રિકેટ ટીમ કુલ ૧૨ વન-ડે, ૧૭ ટી-૨૦ અને ૭ ટેસ્ટ મેચ
વિશ્વકપ પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમનું ૨૦૧૯-૨૦નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, ૨૦૧૯-૨૦નું ક્રિકેટ કેલેન્ડર ખુબ જ રોમાંચકભર્યું રહેશે જેમાં સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, ઝીમ્બાબવે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા ટીમનો સમાવેશ થાય છે. ભારતીય ટીમ આ એક વર્ષમાં કુલ ૧૨ વન-ડે, ૧૭ ટી-૨૦ મેચ અને ૭ ટેસ્ટ મેચ રમશે. ૧૫ સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા ભારતનાં પ્રવાસે આવી રહ્યું છે કે જે ૩ ટી-૨૦ અને ૩ ટેસ્ટમેચ ભારત સામે રમશે. એવી જ રીતે બાંગ્લાદેશ ટીમ પણ ભારતનાં પ્રવાસે ૩જી નવેમ્બરે આવશે જેમાં બાંગ્લાદેશ ટીમ ૩ ટી-૨૦ અને ૨ ટેસ્ટ મેચ રમશે. વેસ્ટ ઈન્ડિઝ ટીમ પણ ૨૦૧૯ની છઠ્ઠી ડિસેમ્બરે ભારતની ટુર પર આવશે જેમાં ટીમ ૩ ટી-૨૦ મેચ અને ૩ વન-ડે મેચો રમશે.
વર્ષ ૨૦૨૦માં ૫મી જાન્યુઆરીથી ઝીમ્બાબ્વે ભારતનાં પ્રવાસે આવશે. જેમાં ટીમ માત્ર ૩ ટી-૨૦ મેચ જ રમશે. એવી જ રીતે ૧૪ જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા ભારતનાં પ્રવાસે આવશે જેમાં ટીમ ૩ વન-ડે મેચ રમશે જેમાંથી બીજો વન-ડે કે જે ૧૭ જાન્યુઆરીનાં રોજ રાજકોટ ખાતે રમાશે. વિશેષપથી વાત કરવામાં આવે તો ભારતીય ટીમ ન્યુઝીલેન્ડનાં પ્રવાસે ૨૪ જાન્યુઆરીનાં રોજ પહોંચશે જયાં ટીમ ૫ ટી-૨૦, ૩ વન-ડે અને ૨ ટેસ્ટ મેચ રમશે. જયારે ૨૦૨૦માં સાઉથ આફ્રિકા ફરીથી સાઉથ આફ્રિકાની ટુર કરશે જેમાં તે માત્ર ૩ વન-ડે મેચ જ રમશે.
બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા ભારતીય ક્રિકેટ ટીમનાં કાર્યક્રમમાં એ વાત સ્પષ્ટ થાય છે કે, ૨૦૧૯-૨૦માં જે મેચો ઘોષિત કરવામાં આવ્યા છે તે ખુબ જ રોમાંચકભર્યા બની રહેશે. જેમાં સાઉથ આફ્રિકા ટુર, વેસ્ટ ઇન્ડિઝ ટુર, ઓસ્ટ્રેલિયા ટુર અને ભારત જયારે ન્યુઝીલેન્ડ રમવા જશે તે મેચો અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.