આમ તો ૨૦૧૮માં ઘણી બધી ઘટના બની છે તેમજ ઘણા ચુકાદા પણ આવ્યા છે . આજે આપણે કેટલાક એવા સમાચાર વિષે વાત કરીશું જે ૨૦૧૮માં ખૂબ જ ચર્ચામાં રહ્યા છે
LGBTQ કલમ ૩૭૭ના દાયરાથી ‘મૂક્ત’ :
૨૦૧૩ના આ નિર્ણયથી ભારતનો એક વર્ગ ધૃણાં ભોગવી રહ્યું છે ત્યારે અંતે આજે અન-નેચરલ સેકસને આઝાદી મળતા એલજીબીટીકયુ વર્ગે રાહતનો શ્વાસ લીધો છે.
એલબીજીટીકયુ આજે પણ સમાજનો એવો હિસ્સો છે જેને કયારેય તેના અધિકારો અને સમાજની સ્વીકૃતિ મળી નથી. આ વર્ગની મહિલાઓનું મતદાનમાં સૌથી ઓછુ પ્રમાણ જોવા મળે છે. આ કમ્યુનિટીને સામાજીક લાભોમાંથી વંચિત રખાય છે. બંધારણના નિયમો અને ધારા-ધોરણો મુજબ સુપ્રીમ કોર્ટે સેકસને કલમ ૩૭૭માંથી મુકત કરવાની આઝાદી આપ્યા બાદ પણ સામાજીક સ્વીકૃતીનો સવાલ અડીખમ રહે છે ત્યારે હવે સમાજ અને એલજીબીટીકયુનું ઘર્ષણ વધતા સરકાર માટે આકરી પરિસ્થિતિ ઉભી થવાની શકયતાઓ વધી રહી છે તો બીજી તરફ એલજીબીટીકયુને પણ મૌલિક અધિકારો, જીવનનો હક અને સ્વચ્છતાના અધિકારો આપવા અંગે વાદ-વિવાદો ચાલી રહ્યાં છે. પણ સૌથી મોટો પડકાર સમાજની સ્વીકૃત અને સમાજથી અલગ એગ વર્ગના અધિકારોનો છે
સબરીમાલા મંદીરમાં હવે કોઇપણ ઉંમરની મહિલાઓને પ્રવેશ: સુપ્રીમ કોર્ટનો આદેશ :
સુપ્રીમ કોર્ટે સતત ત્રીજા દિવસે વધુ એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી હતી. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન આદરણીય છે. આપણે ત્યાં મહિલાઓને દેવી તરીકે પૂજવામાં આવે છે. ચીફ જસ્ટિસએ ચુકાદો આપતા કહ્યું કે, ધર્મ કોઈપણ હોય પરંતુ પુરુષવાદી વિચારધારા તેના માટે યોગ્ય નથી. આ ચુકાદો ૪-૧ના બહુમતથી આવ્યો છે. જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ અલગ ચુકાદો આપ્યો છે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં જસ્ટિસ આર.એફ. નરીમન, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાઈ ચંદ્રચુડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની પાંચ જજોની બેંચે આ ચુકાદો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેસ પર પ્રતિબંધ છે જેને લઈને અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના અંગે સુનાવણી કરતા સર્વોચ્ચ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.
PNB ફ્રોડઃ
પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડમાં આરોપી હીરા વેપારી નીરવ મોદી અને ગાતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોકસીના પાસપોર્ટ 4 અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સીબીઆઈએ શુક્રવારે મેહુલ ચોકસીના 20 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. ગુરુવારે પણ EDએ નીરવ મોદી અને ગાતાંજલિ ગ્રૂપના 17 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ નીરવના ઠેકાણાઓ પરથી 5,100 કરોડ રૂપિયાન હીરા-ઝવેરાત અને સોનું જપ્ત કર્યું, 6 પોપર્ટીઓને પણ સીલ કરી હતી. તેના વેલ્યુએશનનું કામ શરૂ થઈ ગયું છે. બીજી તરફ, શુક્રવારે નીરવ મોદી, તેમની પત્ની અમી, ભાઈ નિશાલ અને મેહુલ ચોકસી વિરુદ્ધ ઈન્ટરપોલે નોટિસ જાહેર કરી. મહત્વપૂર્ણ છે કે PNBએ બેન્કિંગ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટા સ્કેમનો ખુલાસો કર્યો હતો. આ ફ્રોડ 177.17 કરોડ ડોલર એટલે કે 11,356 કરોડ રૂપિયાનું છે. બેન્કની આંતરિક તપાસ દરમિયાન વધુ 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાફેલ અંગે સર્વોચ્ચ અદાલતના ચૂકાદાથી નરેન્દ્રભાઈ મોદીની બે-દાગ સ્વચ્છ પ્રતિભા વિશ્વ સમક્ષ ઉજાગર થઈ છે :
વિજયભાઈ રૂપાણીએ રાફેલ સોદા અંગે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકારની બે-દાગ, સ્વચ્છ પ્રતિભા વિશ્વ સમક્ષ ઉજાગર થઈ છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસપાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી અને આખી કોંગ્રેસ પાર્ટીએ રાફેલ સોદાને જે રીતે બહેકાવીને ઉઠાવ્યો હતો અને આ સોદામાં ભારતીય જનતા પાર્ટીએ મોટું કૌભાંડ કર્યું હોય, તેવો જે અપપ્રચાર કર્યો હતો તેનો પરપોટો ફૂટી ગયો છે. સુપ્રિમ કોર્ટના ચૂકાદા અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ હવે રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ તરીકે દેશની જનતાને જવાબ આપવો જોઈએ કે, તેમણે જે સફેદ જૂઠ ચલાવ્યું તે અંગેની માહિતી તેઓ કયાંથી લાવ્યા હતા.
ભારતે એક મહાપુરુષ ગુમાવ્યા છે…
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ભારતરત્ન, પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપાના વરીષ્ઠ નેતા આદરણીય અટલ બિહારી બાજપાઈજીના નિધન પર શોક વ્યકત કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર ભારત અને ભાજપાએ એક મોભી અને વાલી ગુમાવ્યા હોય તેવો અહેસાસ થાય છે. આદરણીય અટલજીના નિધનથી સમગ્ર દેશની જનતા અને ભાજપાના કરોડો કાર્યકર્તાઓ અત્યંત દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે, આવા એક યુગપુરુષને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરુ છું.