બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો ૨૭ ડિસેમ્બર એટ્લે આવતીકાલે જન્મદિવસ છે અને નવા વર્ષ ચાલુ થવામાં પણ માત્ર હવે ૩ જ દિવસ બાકી છે તેવામાં એક ૨૦૧૮ સલમાન માટે કેવું રહ્યું તેના પર એક નજર કરીએ, ફિલ્મની વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન સલમાનની એક જ ફિલ્મ રેસ 3 આવી છે અને તેના રિવ્યુ પણ ખૂબ સારા જોવા મળ્યા છે ત્યારબાદ 20 વર્ષ જૂના કાળિયાર કેસનો 2018માં નિર્ણય આવ્યો હતો ….
૨૦ વર્ષ જૂના કાળિયાર હરણના શિકાર માટે સલમાનને ૫ વર્ષની જેલ તેમજ રૂ. 10 હજારની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં સહ-આરોપી સૈફ અલી, તાબુ, સોનાલી અને નીલમને શંકાના ફાયદાથી બરતરફ કરવામાં આવ્યા છે. જ્યારે સલમાનને દોષી જાહેર કરવામાં આવ્યો ત્યારે કોર્ટના રૂમમાં તેની આંખો ભરાઈ આવી હતી. ત્યારબાદ બહેન અલ્વીરાએ તેમને સંભાળ્યો અને પાણી પીવડાવ્યું હતું.
1 ઓક્ટોબર, 1998 ના રોજ સલમાન પર કંકાનીમાં બે કાળા હરણનો શિકાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગોળીનો અવાજ સાંભળી ગામના લોકો ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ સલમાન ખાન જીપ્સીમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્ડ્રે, નીલમ અને તબુ સાથે ભાગી ગયો હતો.
– ગોળીને લીધે બંને હરણનું અવસાન થયું. સલમાન પર હરણ શૂટિંગ કરવાનો અને સૈફ સહિતની ત્રણ અભિનેત્રીઓ પર આગ્રહ કરવાનો આરોપ છે.