• નગરપાલીકા પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ

ભરૂચ : “સેવા સેતુ કાર્યક્રમ”- દસમો તબક્કો: ભરૂચ નગરપાલિકા કક્ષાના સેવા સેતુમાં ૨૦૧૮ લોકોએ જન હિતકારી સેવાઓનો લાભ લીધો- નગરપાલીકા પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.  અરજદારોએ આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની સેવાઓ માટેની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં રોટરી ક્લબ ઓફ ભરૂચ, સ્ટેશન રોડ ભરૂચ ખાતે ભરૂચ નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચના 5,6,7,8,11, વોર્ડ માટે નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

02 42

જ્યાં ભરૂચ શહેરી વિસ્તારના 2018 જેટલા લોકોએ સેવા સેતુનો લાભ લીધો હતો. સેવા સેતુ થકી વહીવટી તંત્રની જરૂરી સેવાઓ લોકોના ઘર સુધી પહોંચે અને વધુને વધુ સેવાઓનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લે તે ઉદ્દેશ્ય સાથે સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ 40 જેટલી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. વહીવટી તંત્રના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જ્યાં અરજદારો દ્વારા કેશલેસ લિટરેસી માટે 665, હેલ્થ વેલનેસ કાર્ડની સેવા માટે 691, આવકના દાખલા માટે 279, રાશન કાર્ડમાં સુધારા માટે 70, આધારકાર્ડમાં સુધારા માટેની સેવા 72, તેમ તેના જેવી અન્ય જુદા જુદા વિભાગોની રાશનકાર્ડમાં નામ કમી કરવા, રાશનકાર્ડમાં નામ દાખલ કરવા માટે, પીએમજેમાં અરજી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, વ્યવસાય વેરા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, નવું બેન્ક એકાઉન્ટ ખોલવા, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, દિવ્યાંગ બસ સ્ટેશન પાસ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, આધાર કાર્ડના બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેન્ક એકાઉન્ટના જોડાણ, જન ધન યોજના અન્વયે બેન્ક એકાઉન્ટ ખોલવા, વિધવા સહાય, જન્મ મરણ પ્રમાણપત્ર, કુવરબાઈનુ મામેરુ સહાય યોજના સહિત કુલ 2018 લોકોએ સેવા સેતુ હેઠળ વિવિધ 40 જેટલી સેવાઓનો લાભ લીધો હતો. વહીવટી તંત્ર દ્વારા ઝડપી સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તમામ 2018 અરજીઓનો ત્વરિત હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં નગરપાલીકા પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓની અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.