ઓગસ્ટ ૨૦૧૮માં ભારતીય રાજય કેરલમાં વરસાદની ઋતુ દરમિયાન ખૂબ વર્ષાને કારણે પૂર આવ્યું હતું. કેરળમાં આ એક સૌથી વધુ વિનાશક પૂર હતું.જેમાં 373 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.અને 2,80,679 કરતા વધારે લોકો વિસ્થાપિત થયા હતા.રાજ્યના તમામ 14 જીલ્લાઓમાં ઉચ્ચ ચેતવણી આપવામાં આવી હતી. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, રાજ્યની 1/6 વસતીને પૂરની સીધી અસર થઈ હતી. કેન્દ્ર સરકારે આ દુર્ઘટનાને સ્તર ત્રણના આપત્તિ તરીકે જાહેર કર્યું છે.
બે અઠવાડિયામાં કેરળના 14 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે. પૂરના કારણે મરણાંક 73 સુધી પહોંચી ચૂક્યો છે.
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે 15 ઑગસ્ટના રોજ પૂરના કારણે 25 લોકોનાં મોત થયાં હતાં.
પૂરથી પ્રભાવિત તમામ જિલ્લામાં રાહત શિબિરો ચાલુ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક લાખથી વધારે લોકો ઘર છોડીને રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે.
રાજ્યના જુદાજુદા હિસ્સામાં વીજળીની આપૂર્તિ અને સંદેશાવ્યવહાર તથા પીવાની પાણીની આપૂર્તિ પર પણ અસર પડી છે.