દર વર્ષે જો તાપમાન ૨ ડિગ્રી સેલ્સીયસ થાય તો અગનગોળો બની જશે પૃથ્વી: વૈજ્ઞાનિકો

પર્યાવરણમાં પ્રદુષણ અને તાપમાન વાયુવેગે વધી રહ્યું છે. જેના ભાગરૂપે ૨૦૧૭ સૌથી વધી ગરમ વર્ષ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ દિન-પ્રતિદિન પૃથ્વીને આગનો ગોળો બનાવી રહ્યું છે. જોકે ૨૦૧૬ પણ ગરમ વર્ષ રહ્યું હતું પરંતુ ત્યારબાદ નાસાએ ૨૦૧૭ને સૌથી હોટેસ્ટ જાહેર કર્યું છે. જેના માપદંડો માટે રાષ્ટ્રીય મહાસાગરીય પર્યાવરણ વહિવટી વૈજ્ઞાનિકોએ અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. જેના આધારે ૨૦૧૫ એટલુ બધુ ગરમ વર્ષ રહ્યું ન હતું.

પરંતુ ૨૦૧૬માં ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધ્યું હતું ત્યારે ૨૦૧૭માં સૌથી વધુ તાપમાન રહ્યું હતું. જો સદીની વાત કરવામાં આવે તો ૧૭ના પ્રમાણમાં ૧૮મી સદીથી લઈને ૨૦૦૧ સુધીમાં ગ્લોબલ વોર્મિંગની શ‚આત થઈ હતી. જેનું મુખ્ય કારણ કાર્બન ડાયોકસાઈડ અને ગ્રીન હાઉસ ઈફેકટ રહ્યા હતા. છેલ્લે ૧૯મી સદીથી ૧ ડિગ્રી સેલ્સીયસ કરતા પણ તાપમાન વધ્યું હતું. તાપમાનને લીધે અતિશય જોખમ ન આવે તેના માટે ૨ ડિગ્રીથી વધુ ટેમ્પરેચર વધવું જોઈએ નહીં.

અવકાશ વિજ્ઞાન સંસ્થાના ડાયરેકટર ગેવિન જણાવે છે કે દર વર્ષના તાપમાનનું રેન્કીંગ મહત્વનું નથી પરંતુ તેનું મનોવિશ્ર્લેષણ જરૂરી છે માટે જ નાસાએ તે મામલે જીણવટપૂર્વક અભ્યાસનો પ્રારંભ કર્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરો ટુંક સમયમાં જ નજરે પડી શકે છે. જોકે આમ જ ચાલતું રહ્યું તો સર્વનાશ થઈ શકે છે અને પૃથ્વી ધીરે ધીરે અગનગોળો બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.