અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટનો આરોપી તૌઇફ ખાન બિહારના ગયામાંથી પકડાયો છે. તેની સાથે અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું SSP ગરિમા મલિકે જણાવ્યું હતું.બિહાર પોલીસના જણાવ્યા મુજબ, સાઇબર કાફે માલિકે તેમને ત્યાંથી 3 લોકો શંકાસ્પદ મેસેજ મોકલતાં હોવાની કરેલી ફરિયાદ બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.

શું હતો બ્લાસ્ટ કેસ?

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સહિત 20 જગ્યાએ 26 જુલાઈ, 2008ના રોજ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોનાં મોત નિપજ્યા હતા.જ્યારે 240 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસ સંદર્ભે ગુજરાત પોલીસે 80થી વધુ આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.