દેહગામમાં ભાજપના લધુમતિ મોરચા સંમેલનમાં ૫૦૦૦થી વધુ મુસ્લિમોની ઉપસ્થિતિમાં લેવાયો નિર્ણય
ગુજરાત કોંગે્રસ લધુમતિ મોરચાના ૨૦૦૦ થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે દેહ ગામના ધરૈન ગામ કોંગી આગેવાન અહેમદ પરેલના હોમટાઉન નજીક છે આ વિસ્તારમા કોંગ્રેસનું પ્રભુત્વ છે. ભાજપમાં જોડાયેલા લધુમતિ મોરચાના કાર્યકરોમાં બે સરપંચનો સમાવેશ પણ થાય છે.
દેહ ગામના પગુનાથ અને કોઠીના સરપંચે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડવાનો નિર્ણય લીધો હતો. તેમની સામે અન્ય ૨૦૦૦ કાર્યકરો પણ ભાજપ પ્રમુખ જિતુ વાધાણી તથા ભાજપ લધુમતિ મોરચા પ્રમુખ મેહબુબ અલી ચિસ્તીની ઉપસ્થિતિમાં જોડાઇ ગયા છે. આ વિસ્તારને કોંગ્રેસના ગઢ સમાન માનવામાં આવે છે ત્યાં ભાજપે ગાબડુ પાડયું છે.
તાજેતરમાં ભાજપ દ્વારા દેહગામમાં પ્રથમ વખત લધુમતિ મોરચા સંમેલન યોજાયું હતું જેમાં ૫૦૦૦ મુસ્લીમ કાર્યકરોએ ભાગ લીધો હતો અને ભાજપને જીતાડવાનો નિધાર કર્યો હતો. ભાજપમાં જોડાયેલ બન્ને સરપંચને અહેમદ પટેલના પ્રખર ટેકેદાર માનવામાં આવતા હતા. આ સરપંચોએ પોતાના જીવનના ૩૦ વષો કોંગ્રેસને આપ્યા હતા તેમણે ભાજપમાં જોડાવાના નિર્ણયની પ્રેરણ નરેન્દ્ર મોદીના સમભાવના મીશન અને સરપંચ સંમેલનથી મળી હોવાનું મળ્યું હતું. ભાજપ સૌના સાથ સૌનો વિકાસમાં માનતો હોવાથી તેમણે ભાજપમાં જોડવાનું પસંદ કર્યુ હોવાનું જાણવા મળે છે. કોંગી નેતાઓ ચૂંટણી દરમીયાન જ બન્ને અસંતૂષ્ટ સરપંચોની મુલાકાત લેતા હતા જયારે ભાપજ નાની નાની વાતોમાં પણ સહકાર આપતો હતો. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા કાર્યકરો અને નેતાઓ સાથે થતાં વ્યવહારના ખરાબ પરીણામોનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.