રાજકોટ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની વધુ એક સિઘ્ધિ
રાજકોટ રેલ્વે વિભાગના મોરબી ગુડ્ડ શેડ ઉપર કન્ટેઇનરમાં ટાઇલ્સ લોડવાના દ્રશ્યો. વેસ્ટર્ન રેલ્વેની મલ્ટિ-ડિસિપ્લિનરી બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ ની રચના ઝોનલ હેડક્વાર્ટર અને ડિવિઝનોમાં કરવામાં આવી છે, જે નવા વિચારો અને પહેલોને સમાવિષ્ટ કરીને માલ બજારમાં વ્યવસાયિક સંભાવનામાં સુધારો લાવવાની પ્રશંસાત્મક કામગીરી કરી રહ્યા છે. નવા નૂર ગ્રાહકોને આકર્ષિત કરીને, રાજકોટ ડિવિઝને મોરબી ગૂડસ શેડથી કર્ણાટકના મારનાયકના હલ્લી સુધી ૬૮ ૬૮ કન્ટેઇનર ટાઇલ્સ લોડ કરીને એક નવું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ટાઇલ્સ મોરબીથી પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી. કર્ણાટક રાજ્યમાં પ્રથમ વખત ટાઇલ્સ મોકલવામાં આવી રહી છે, જે રાજકોટ વિભાગના બીડીયુના જોરદાર પ્રયાસોને કારણે શક્ય બની છે. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ, લગભગ ૨૦૦૦ ટન ટાઇલ્સ મોરબી ગૂડસ શેડથી કર્ણાટકના મારનાયકના હલ્લીમાં ભજ્ઞક્ષફિંશક્ષ ૬૮ કન્ટેઇનર લોડ કરીનેે મોકલવામાં આવી છે. આ રેક ડિસ્ટ્રિબ્યુશન લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા બુક કરાઈ છે. આ ટાઇલ્સને ટ્રેન દ્વારા ૧૮૬૭ કિમી દૂર મોકલવામાં આવી હતી, જેમાંથી રાજકોટ ડિવિઝનને ૩૭.૯૨ લાખ રૂપિયાની આવક થઈ છે. પશ્ચિમ રેલ્વે દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનોને કારણે આ લોડિંગ રાજકોટ વિભાગમાં શક્ય બન્યું છે. આગામી સમયમાં આ ટ્રાફિકમાં વધારો થવાની સંભાવના છે.