- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા
- 15 થી 30 વર્ષના યુવાનોને યોગાસન, કરાટે, રાયફલ શુટીંગની તાલીમ અપાઈ
ભારતના યુવાનોમાં દેશ પ્રેમ , શૌર્ય અને હિંમત વધે તથા ભારતીય સનાતન સંસ્કૃતિનું જ્ઞાન તથા ગીતા ,ઉપનિષદ, વેદો અંગેનું જ્ઞાન વધે તે માટે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગદળ દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે .
સ્વામિનારાયણ ગુરુકુળ ત્રંબા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે . 6 દિવસના આ પ્રશિક્ષણ વર્ગમાં 15 થી 30 વર્ષ નાં યુવાનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે . જેમાં યોગાસન , કરાટે, રાયફલ શુટીંગ જેવા શારીરીક તેમજ વર્તમાન સમયને ધ્યાને રાખીને બૌધ્ધિક વિષયો પર ચર્ચા તથા તાલીમ આપવામાં આવે છે .
યુવાઓ માટે ભારતભરમાં આ પ્રકારનાં યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવે છે
શારીરિક,માનસિક અને આધ્યાત્મિકનું પ્રશિક્ષણ અપાશે : મહામંત્રી શશિકાંત પટેલ
અબતક સાથેની ખાસ વાતચિતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશિકાંત પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે હિન્દુ પરિષદ દ્વારા યુવાઓ માટે શૌર્ય પ્રશિક્ષણ તાલીમ આપવમાં આવે છે .આ વખતે આ વર્ગનું આયોજન સ્વામિનારાયણ મંદિર ત્રંબા ખાતે આયોજન કરવામાં આવ્યું છે . પ્રશિક્ષણ વર્ગની શરૂઆત હિન્દુ હદય સમ્રાટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો . પ્રવીણ તોગડિયાએ અમદાવાદથી 1989 માં કરી હતી . શિબિરાથી વિધ્યાર્થીઓ 15 થી 30 વર્ષના યુવાનો છે , સૌરાષ્ટ્ર પ્રાંતના 3 જિલ્લાના 200 જેટલા યુવાનો જોડાયા છે .