સુરત એરપોર્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે સુરત એરપોર્ટની ડીઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રાંદેર ટાઉનની એક મિલકત જેવી ડિઝાઇન મંજુર કરાઈ છે. આ મંદિરની ૫૮% કામ પૂર્ણ થઇ ગયું છે.
સુરતનું આ આકર્ષક અને મનમોહક એરપોર્ટ 31મી ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે સુરતના આ એરપોર્ટ માટે અંદાજે 200 વર્ષ જૂના રાંદેરના જૈન ટ્રસ્ટના મકાનના પહેલા માળની ડિઝાઇનને પસંદ કરાઈ છે.. એઆઇ રૂ. 353 કરોડના ખર્ચે સુરત એરપોર્ટના ડેવલોપમેન્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. 58%થી વધુકામ પૂર્ણ થઈ ગયું છે અને બિલ્ડિંગ 31મી ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે.
એરપોર્ટમાં તૈયાર કરાશે વિશેષ ટર્મિનલ
નવું ટર્મિનલ 25,520 ચો.મી.ના ક્ષેત્રમાં તૈયાર થશે, જે દર કલાકે 1200 ઘરેલું અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરોને સંચાલિત કરવામાં સક્ષમ હશે.
ટર્મિનલની વિશેષતા
આ ટર્મિનલમાં 20 ચેક-ઇન કાઉન્ટર્સ, 5 એરોબ્રિજ, 5 બેગેજ બેલ્ટ, 475 વાહનો અને કાર પાર્કિંગ હશે. સુરતમાં એક સાથે 23 વિમાનો પાર્કિંગ થઇ શકશે. એપ્રોનનું વિસ્તરણ અને પેરેલલ ટેક્સી ટ્રેકનું નિર્માણ થશે. એરોબ્રિજ 2થી વધીને 5 થશે.