દરરોજ દોઢ લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરી વતન પહોંચશે
કોરોના અને તેનાથી થયેલા લોકડાઉન બાદ રેલવે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં આજથી ૨૦૦ જેટલી વિશેષ ટ્રેનો સ્થળાંતરીને વતન પહોંચાડવા માટે કાર્યરત થશે ત્યારે આંકડા મુજબ પ્રતિદિવસ દોઢ લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરી વતન પહોંચશે. ૧લી જુનથી ૩૦ જુન સુધીમાં અંદાજે ૨૦ લાખ મુસાફરો એઆરપી એટલે આગોતરા રીઝર્વેશન પીરીયડ તરીકે ટીકીટો બુક કરાવી છે. આ સેવા ૧૨મેથી શરૂ થયેલી હતી. શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાની યોજનાનાં ભાગરૂપે વધુ ટ્રેનો વધારવામાં આવી છે. મુસાફરોને ટ્રેન ઉપડતા પહેલા ઓછામાં ઓછા ૯૦ મિનિટ પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે અને ક્ધફોર્મ ટીકીટ ધરાવતા મુસાફરોને રેલવે સ્ટેશન અને ટ્રેનમાં પ્રવેશ અપાશે. ગૃહ મંત્રાલયની માર્ગદર્શીકા મુજબ દરેક મુસાફરોને ફરજીયાતપણે કોરોનાનાં સ્ક્રિીનીંગ અને કોઈપણ જાતનાં રોગનાં લક્ષણ વગરનાં તંદુરસ્ત મુસાફરોને ટ્રેનનાં કોચમાં પ્રવેશ અપાશે જોકે સાથોસાથ રેલવે સુરક્ષા દળ, આરપીએફે રવિવારનાં રોજ કોવિડ-૧૯નાં સંક્રમણને ફેલાતો અટકાવવા માટે એક ૬ મુદાની માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે.
૧. રેલવે સ્ટેશનમાં પાર્કિંગને મંજુરી આપવામાં નહીં આવે.
૨. પ્લેટફોર્મ ટીકીટ ન હોય તેવા પરિવારના સભ્યોને રેલવે પ્લેટફોર્મ પર આવવા દેવામાં નહીં આવે.
૩. આરપીએફનાં રેલવે પોલીસ સહિત ૧૦૦ ટકાની સલામતી વ્યવસ્થાને ચુસ્તપણે જાળવી જીઆરપીની ટીમ સાથે આરપીએફનાં એક જવાનને મોકલવામાં આવશે અને આરપીએફ જવાનને મુસાફરો સાથે ટ્રેનમાં કે રેલવે સ્ટેશન પર પાણી, ભોજન કે આરોગ્યનાં મુદાઓ ઉભા થાય તો તાત્કાલિક ડીએસએલઆરને માહિતગાર કરવાના રહેશે.
૪. ગૃહમંત્રાલયનાં માર્ગદર્શન મુજબ રેલવેની ટીકીટને કફર્યું પાસ તરીકે ગણવામાં આવશે.
૫. માન્ય અને ક્ધફોર્મ ટીકીટ સિવાયનાં પેસેન્જરો સિવાય કોઈને પણ પ્લેટફોર્મ કે રેલવે સ્ટેશનનાં વિસ્તારમાં આવવા નહીં દેવાય.
૬. કુલીઓને પણ અંદર આવવા નહીં દેવાય. મુસાફરોને પોતપોતાનો સામાન પોતાની મેળે જ ઉઠાવવાનો રહેશે.