Abtak Media Google News

લેડિઝ લેક્ચરરના ક્લાસમાં અભદ્ર વર્તન કરતા તબીબી વિદ્યાર્થીઓને 15 દિવસ સુધી કોલેજ કેમ્પસમાં પણનો એન્ટ્રી

રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજમાં ડીન દ્વારા ઐતિહાસિક અને આકરી કાર્યવાહી કરી છે. જેમાં ક્લાસમાં ગેરશિસ્ત કરતા 200 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહિ પરંતુ આ તમામ તબીબી છાત્રોને કોલેજ કેમ્પસમાં પણ નો એન્ટ્રી કરવામાં આવી છે.

રાજકોટની પીડિયુ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીને ગેરશિસ્ત અને લેક્ચરમાં બે જવાબદારી ભર્યું વર્તન કરવા બદલ 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પી.એસ.એમ.વિભાગના લેક્ચરમાં વિદ્યાર્થીઓએ અભદ્ર વર્તન કર્યા હોવાના કારણે તમામ વિદ્યાર્થીઓ સામે મેડિકલ કોલેજના ડીન ડો.મુકેશ સામાણી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને 200 એટલા વિદ્યાર્થીઓને 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે હિસાબે તેઓને કમ્પાઉન્ડ અને હોસ્ટેલમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

મેડિકલ કોલેજના ડીન ડો. મુકેશ સામાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેડિકલ કોલેજના પાર્ટ 01 પીએસએમ વિષયના લેક્ચરમાં વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા લેડીઝ ફેકલ્ટીને આપત્તિજ શબ્દો, ટીચરની પજવણી કરવી સહિતના મુદ્દાઓને લઈ શિક્ષક દ્વારા ડીનને ફરિયાદ કરતા ડીન દ્વારા આકરી કાર્યવાહી કરી 200 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમજ કમ્પાઉન્ડ અને હોસ્ટેલમાં પણ પ્રવેશ બંધી કરી દેવામાં આવ્યા છે.

તૃતીય વર્ષ પાર્ટ -1 પીએસએમ વિષયના ડો. રુજલ ભિતોરાના લેક્ચરમાં વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર આપત્તિજનક શબ્દો બોલતા હતાં. તેમજ વારંવાર ડમી વિદ્યાર્થીઓને હાજરી પુરાવી લેક્ચરમાંથી ગુલ્લી મારવી સહિતના વર્તનને લઈ ડીન દ્વારા એક સાથે 200 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ વિદ્યાર્થીઓના વાલીઓને પણ જાણ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં વર્તન નહીં સુધરે તો વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવવામાં આવશે અને વિદ્યાર્થીઓ સામે આથી પણ કડક પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.