સરદાર સાહેબના જીવન કવન પરની સ્પર્ધાના વિજેતાઓને ઇનામોથી નવાજયા

રાજકોટ ખાતે 1પ ડીસેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલની 7રમી પુણ્યતિથિ નીમીતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ભવન, ખાતે વિવિધ શાળાઓના વિઘાર્થીઓ માટે તા. 13 અને 14 ડીસેમ્બર ના રોજ સરદાર સાહેબના જીવન કવન ઉપર વિવિધ સ્પર્ધાઓ યોજાય હતી. જેમાં 60 જેટલી શાળાઓમાં અંદાજે ર00 જેટલા વિઘાર્થીઓ જોડાયા હતા. જેમાં કવીઝ કોન્ટેસ્ટમાં પ્રથમ નંબરે કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ શાળાના વિઘાર્થીનીઓને દવે હેત્વી, લશ્કરી હેત્વી, ભાખોતરા ક્રિષ્ના તથા દ્વિતીય નંબરે જી.કે. ધોળકીયા શાળાના વિઘાર્થીનીઓ સાવલીયા ભકિત, સંઘાણી કેયા, સચદેવ દ્રષ્ટિ તથા તૃતીય નંબરે જી.ટી. શેઠ વિઘાલય ના અંગ્રેજી માઘ્યમના વિઘાર્થીઓ લાડવા પુજન, ટિલવા કુતિન, દુબે શિવમ વિજેતા થયેલ. કવીઝ માસ્ટરની જવાબદારી તથા કાર્યક્રમનું સંચાલન ગ્રંથપાલ કોમલ વૈષ્ણવે સંભાળેલ, સુલેખન સ્પર્ધામાં પ્રથમ નંબરે કસ્તુરબા હાઇસ્કુલના પ્રજાપતિ ટિંકલ, દ્વિતીય ક્રમાંકે કડવીબાઇ હાઇસ્કુલના રોડક એશ્ર્વા, મા આનંદમનીયા લાઠીયા હેત્વી તથા પ્રોત્સાહન કાન્તા સ્ત્રી વિકાસ ગૃહના વિરમગામા થશ્વી રમેશભાઇ છાયા ક્ધયા વિઘાલયના હેરંઝા, આરઝુ, માં આનંદમયીના ભોજાણી સ્વાતી તથા અંગ્રેજી માઘ્યમાં વામજા ઇશા પ્રથમ, બલોચિયા દ્રષ્ટિ (જી.કે. ધોળકીયા), દ્વિતીય તથા રુપારેલીયા જાન્વી તૃતીય નંબરે વિજેતા થયેલ. શીધ્ર વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે ધાધિયા વિશ્ર્વા (જી.કે. ધોળકીયા, દ્વિતીય નંબરે સાપરા ઉર્વશી (સિસ્ટર નિવેદિતા) તૃતીય નંબરે તરાવીયા મીરા (બારદાનવાલા) તથા પ્રોત્સાહન ગોહેલ યશ્વી (લાલ બહાદુર ક્ધયા વિઘાલય), બારોટ શ્રેયા (કડવીબાઇ ક્ધયા વિઘાલય)  સોસા પિયુષ (સ્વામી નારાયણ ગુરુકુળ) વિજેતા થયેલ. શીધ્ર વકૃતત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સ્વાતિબેન પંડયા, રેણુબેન વૈષ્ણવે સેવા આપેલ. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદી તથા ટ્રસ્ટીઓ એ ઉ5સ્થિત રહી વિઘાર્થીઓનો ઉત્સાહ વધારેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.