નવી શિક્ષણ નીતિ આમ નાગરિક સુધી પહોંચાડવામાં એનએસએસ, એનસીસી અને એનવાયકેના વોલંટીયર્સ સક્રીય ભાગીદાર બને એવા આશયથી ૧૫ સપ્ટે. ૨૦૨૦ના રોજ શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય વેબીનારનું આયોજન થયેલ. આ વેબીનારમાં ૨૦૦ એનએસએસ વોલીંટીયર્સ સાથે જોડાનાર એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો.યશવંત ગોસ્વામી જણાવે છે કે, શિક્ષણ એટલે માત્ર આલીશાન ઈન્ફાસ્ટ્રકચર નહીં પરંતુ નવી શિક્ષણ નીતિમાં બાળકની બુધ્ધિ કક્ષા પ્રમાણે અભ્યાસક્રમને જિંદગી સાથે જોડી વૈશ્ર્વિક નાગરિકનું નિર્માણ કરવાનો છે.

આ પ્રસંગે આ વેબીનારને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના શુભકામના સંદેશ બાદ યુવા વિકાસ અને ખેલમંત્રી કિરણ રિજીજુએ નવી શિક્ષણ નીતિ સંદર્ભે છણાવટ કર્યા બાદ શિક્ષણ મંત્રી અને કવિ ‘રમેશ પોખરીયાલ’ નિશંક દ્વારા માહિતી અપાઈ કે ભારતમાં પ્રથમ શિક્ષણ નીતિ ૧૯૬૮માં આવેલ અને ત્યારબાદ ૧૯૮૬માં નવી શિક્ષણ નીતિ અમલમાં આવેલ. છેલ્લા ૩૪ વર્ષથી એક જ નીતિ-રીતિથી ચાલતા અભ્યાસને સમયની સાથે બદલાવ લાવી ૧૦+૨ને બદલે હવે ૫+૩+૩+૪ની નવી મેથડથી વિદ્યાર્થી અભ્યાસ કરશે. તાજેતરમાં ૨૭ જુલાઈ ૨૦૨૦થી નવી શિક્ષણ નીતિનો સ્વીકાર કરાયો છે.

વેબીનારમાં રક્ષામંત્રી રાજનાથસિંહે આ પ્રસંગે જણાવેલ કે વિશ્ર્વના વિકસીત દેશોની શિક્ષણ નીતિનો અભ્યાસ કરી ૨,૫૦,૦૦ ગ્રામ પંચાયત, ૧૦૦૦થી વધુ યુનિવર્સિટીઓ ૪૫,૦૦૦ ડીગ્રી કોલેજો ૧ કરોડ ૯ લાખ અધ્યાપકો, ૧૫ લાખથી વધુ સ્કૂલ અને ૪૩ કરોડથી વધુ વિદ્યાર્થીઓએ એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ લાવવાનો આ ક્રાંતિકારી પ્રયાસ છે. જેમાં ૨૦૨૫ સુધીમાં ૫૦% છાત્રોને વ્યવસાયલક્ષી તાલીમ અને નોકરી આપવાની અને ૨૦૩૦ સુધીમાં સ્કૂલ શિક્ષણમાં ૧૦૦% સાક્ષરતાનો સંકલ્પ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવેલ કે, ૨૧મી સદીના નવયુવાનોના વિચારો જરૂરીયાતો અને આશા-આકાંક્ષાનું પ્રતિબિંબ છે નવી શિક્ષા નીતિ ૫ વર્ષ સુધી દેશમાં આ સંબંધે વિવિધ ક્ષેત્રો સાથે ડીબેટ થયા બાદ નીતિ તૈયાર થઈ છે. ભારતના ઈતિહાસમાં પ્રથમ એવી નીતિ છે જેના નિર્માણમાં ૬૬૭૬ જિલ્લા પંચાયતોની ભાગીદારી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવેલ કે આ કોઈ નીતિગત દસ્તાવેજ નથી પરંતુ ભારતીય નાગરિકોની આકાંક્ષાનું પ્રતિબિંબ છે.

જ્યારે વેબીનારમાં બીજા સેશનમાં સતત દોઢ કલાક સુધી એનએસએસ-એનસીસી-એનવાયકેના વોલંટરીયર્સને નવી શિક્ષણ નીતિની મહત્વપૂર્ણ બાબતોથી માહિતગાર કરો તેઓ કઈ રીતે આ કાર્યનો પ્રચાર પ્રસાર કરી શકે તે અંગેની વિસ્તૃત માહિતી અનિતા કરવલ દ્વારા આપવામાં આવેલ. ડો.ગોસ્વામી દ્વારા આ બાબતે એનએસએસ વોલંટીયર્સને રીપોર્ટ તૈયાર કરવા જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.