નિષ્ણાંતોએ યુપીએસસી અને જીપીએસસીની તૈયારીઓ તેમજ સ્પીપાની પ્રવેશ પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા
કેરીયર કાઉન્સેલીગ સેલ, કેરીયર કાઉન્સેલીગ ડેવલોપમેન્ટ સેન્ટર તથા સ્પીપાના સંયુકત ઉપક્રમે ગ્રેજયુએટ થયેલા વિઘાર્થીઓને યુ.પી.એસ.સી. તથા જી.પી.એસ. સી. વર્ગ-૧ અને ર ની પરીક્ષાઓની સચોટ તૈયારી કેવી રીતે કરી શકાય તે સંદર્ભે જાણીતા નિષ્ણાંત શૈલેષભાઇ સગપરીયા
મારફત રાજય સરકારના દ્વારા પુરું પાડવામાં આવતું સ્ટાઇફન અંગેની માહીતી, સ્પીપા એડમીશન કેવી રીતે મેળવી શકાય અને તે અંગેની પ્રવેશ પરીક્ષા વિષયક વિઘાર્થીઓને માહીતગાર કર્યા હતા. સગપરીયાએ સ્પીપા અમદાવાદની જ્ઞાન સભર લાયબ્રેરીનો ઉલ્લેખ કરી જણાવેલ કે સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં સીસીડીસીના છાત્રો માટે આ પ્રકારની લાયબ્રેરી તૈયાર થઇ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના વિઘાર્થીઓને યુ.પી.એસ.સી. તથા જી.પી.એસ.સી. કક્ષાની પરીક્ષામાં સફળતા મેળવવા માટે સરકારના માઘ્યમથી અનેક પ્લેટફોર્મ ઉભા કર્યા છે.
ઘેર બેઠા બેઠાં યુ ટયુબ ચેનલ મારફત ભારત એક ખોજ, પ્ર્રધાનમંત્રી સંવિધાન જેવી ટીવી સીરીયલોના એપીસોડ થકી ઇતિહાસ, સંવિધાન, પોલીટી વગેરે વિષયો સુક્ષ્મ રીતે તૈયાર કરી શકાય તેની સાથે યુ ટયુબ ઉપર ઊડાણપૂર્વક નો અભ્યાસ કરી આયોજન પૂર્વકની સફળતા મેળવી શકાય છે.
આ કાર્યશાળાના ઉદધાટન સત્રમાં સ્પીપાના જોઇન્ટ ડાયરેકટર એમ.એસ. કોઠારીએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવેલ કે સીસીડીસીના છાત્રો યુ.પી.એસ. સી. તથા જી.પી.એસ. કક્ષાની પરીક્ષામાં સફળતા મેળવે તે માટે બે સેશનમાં કાર્યશાળાનું આયોજન કરાયેલ છે.
કાર્યશાળાના બીજા સત્રમાં શૈલેષભાઇ સગપરીયાએ માહીતી અધિકાર કાયદો-૨૦૦૫ સંદર્ભ દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં અચૂક પૂછાતાં ૮ થી ૧૦ પ્રશ્નોનો સંદર્ભ આવરી લઇ ભારતના નાગરીક અને ભવિષ્યના સરકારી કર્મચારી તરીકે આર.ટી.આઇ. એકટની જોગવાઇઓ અંગે માહીતી સાથે પ્રશ્નવલી કરેલ હતી.
કાર્યશાળાના ઉદધાટના સત્રમાં સ્પીપાના જોઇન્ટ ડાયરેકટર એમ.એમ. કોઠારી, ડો. ભાવીનભાઇ કોઠારી, વિષય નિષ્ણાંત શૈલેષભાઇ સગપરીયા, સ્પીપાના કલાસવન અધિકારી સમીરભાઇ ગામોત અને સીસીડીસીના સંયોજક પ્રો. નિકેશભાઇ શાહએ વિઘાર્થીઓને માર્ગદશિત કર્યા હતા.