જૂનાગઢ-કચ્છ સહિત ૨૦૦ એરંડાનાં ફાર્મ ઉભા કરાશે અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે એરંડા ઉપર મોટો સટ્ટો રમાતો હોય છે. કેમકે એરંડા વેપારની દ્રષ્ટિએ એક કિંમતી જણશ છે. મોંઘી હોવાના કારણે તેનું પ્રોડકશન વધારવા પર સ્વાભાવિક રીતે જ ભાર મૂકાઈ રહ્યો છે.
એરંડાનો કિંમતી પાક લણવા અને તેનું ઉત્પાદન વધારવા જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં ૨૦૦ મોડલ ફાર્મ ઉભા કરવામાં આવશે આ મામલે સોલ્વન્ટ એકસ્ટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈનિડયા (એસ.ઈ.એ) અને વેજીટેબલ ઓઈલ ઈન્ડસ્ટ્રી તેમજ ખેડૂતો એરંડાનું ઉત્પાદન વધારવા કવાયત કરી રહ્યા છે.
૨૦૦ મોડલ એરંડા ખેતર એટલે કેસ્ટર ફાર્મ પ્રતિ ૩ થી ૪ વિધામાં હશે જે જૂનાગઢ અને કચ્છ ઉપરાંત બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં એરંડાના મોડલ ફાર્મ ઉભા કરવાની નેમ છે.
એરંડાનું કયારે કેટલુ ઉત્પાદન?
એસ.ઈ.એ.ના ડાયરેકટર બી.વી. મહેતાએ જણાવ્યું કે ૨૦૧૬-૧૭માં એરંડાનું કુલ ઉત્પાદન ૮.૬૧ લાખ ટન થયું છે. જયારે આગલા વર્ષે ૧૧.૭૩ લાખ ટન એરંડા પાકયો હતો. આમાં આ વર્ષે ઉત્પાદન ઘટયું છે.
પ્રતિ હેકટર કેટલું ઉત્પાદન?
ગુજરાતમાં અત્યારે પ્રતિ હેકટર ૧૫૭૦૦થી ૧૭૦૦ કિલો એરંડો પ્રતિ હેકટર ઉત્પાદન પામે છે. હવે ઉત્પાદન વધારવાની વાત છે.