એક બાળ  આરોપીનું ચાલુ કેસે મૃત્યુ: સગીરાને 4 લાખનું  ક્ધપેસેશન ઉપરાંત આરોપીઓને ફટકારેલા દંડના 51 હજાર ચૂકવવા આદેશ

હળવદના સામુહિક દુષ્કર્મના કેસમાં 24 મૌખિક અને 47 દસ્તાવેજી પુરાવા જોઈ તપાસી મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે ત્રણ પૈકી બે આરોપીઓને 20 વર્ષ કેદની સજા તથા 51 હજારનો દંડ ફટકાર્યો છે. જયારે એક જુવેનાઇલ આરોપીને એબેટ જાહેર કર્યો છે.

મળતી માહિતી અનુસાર, તા.06/04/2018 માં હળવદમાં એક સામુહિક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સંજયભાઈ રઘુભાઇ રાણેવડીયા, જુસબભાઇ ઉર્ફે અચો ઉર્ફે અસ્લમ સલીમભાઇ કાસમભાઈ ઉર્ફે કેશુભાઈ નરેજ તથા રવિભાઈ જગદીશભાઈ મોરી નામના ઈસમોએ એક સગીરાને છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી પાડી દઈ માથાના ભાગે સામાન્ય ઇજા કરી તેમજ આરોપીઓએ ભોગ બનનારને રીક્ષામા બેસાડી હાથ પગ બાંધી મોઢે ડૂચો દઇ અપહરણ કરી લઈ જઇ સામુહીક બળાત્કાર ગુજારી આ બાબતે કોઈને કેસે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે ભોગ બનનારના માતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. અને ત્રણેયને કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં છેલ્લા 5 વર્ષથી કેસ ચાલતો હતો. જે દરમિયાન કુલ 24 મૌખિક પુરાવા તેમજ 47 દસ્તાવેજી પુરાવા કોર્ટ દ્વારા લેવામાં આવ્યા હતા.

જેમાં સરકારી વકીલ તરીકે નીરજ ડી. કારિયા અને સંજય સી. દવે દ્વારા આ કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ દ્વારા રજુ કરાયેલ પુરાવાઓ અને ધારદાર દલીલો ને આધારે મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે ત્રણ પૈકી સંજયભાઈ રઘુભાઇ રણેવાડીયા, જુસબભાઇ ઉર્ફે અચો ઉર્ફે અસ્લમ સલીમભાઇ કાસમભાઈ ઉર્ફે કેશુભાઈ નરેજ નામના બે આરોપીઓને 20 વર્ષ કેદની સજા તથા 51 હજારનો દંડ ફટાકરવામાં આવ્યો છે. તેમજ ભોગ બનનારને કોર્ટ દ્વારા 4,00,000 રૂપિયાની સહાય તેમજ જો આરોપીઓ દંડ ભરે તો 51,000 વધુની સહાય આપવાની જાહેર કરી છે. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રીજા આરોપી રવી મોરીનુ કેસના ટ્રાયલ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.