બોટાદ પંથકના શ્રમિક પરિવારની માસૂમ પુત્રીનું અપહરણ કરી હવસનો શિકાર બનાવી તી, ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા હુકમ

મૂળ બોટાદ પંથકની અને રાજકોટ  શહેરના રૈયા વિસ્તારમાં બે વર્ષ પહેલા સગીરાને પ્રેમઝાળમા ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી  ધાર્મિક સ્થળોએ લઈ જઇ દુષ્કર્મ ગુજાર્યાના  કેસમાં સ્પેશિયલ પોક્સો અદાલતના બીજા એડિશનલ સેશન્સ જજ એ.વી. હિરપરાએ ગારીયાધાર પંથકના આરોપી અરવિંદ વિનુભાઈ ધોળકિયાને દુષ્કર્મ પોકસો હેઠળના કેસમાં 20વર્ષની સજા , દડ અને ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા હુકમ  કર્યો છે.

આ કેસની ટુંક હકીકત મુજબ, મૂળ બોટાદ પંથકની અને રૈયા ગામની સીમમાં મજૂરી કરતા શ્રમિક પરિવારની 14 વર્ષ અને 11 માસની સગીરા પરિવાર રેસકોર્સ ફરવા ગઇ હતી ત્યારે ગારીયાધાર પંથકનો અરવિંદ વિનુ ધોળકિયા સાથે આંખ મળી જતા બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે થયા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા અરવિંદ ધોળકિયાએ સગીરા ભાવનગર ખાતે બોલાવી ત્યાંથી અપહરણ કરી મહીસાગર અને પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ લઈ જઇ દુષ્કર્મ ગુજાર્યા અંગેની ભોગ બનનારના વાલીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ભોગ બનનારને આરોપી સાથે ઝડપી લઇ પોલીસે બંનેની તબીબી તપાસ સહિતના રિપોર્ટ બાદ અરવિંદભાઈનું ધોળકિયા સામે અપહરણ અને પોસ્કોની કલમ 6 હેઠળ ગુનો નોંધી તપાસ પૂર્ણ થતા અરવિંદ ધોળકિયાને જેલ હવાલે કર્યો હતો, બાદ તપાસનીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ આબિદભાઈ સોસન દ્વારા  15 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા આઠ સાહેદોને તપાસવામાં આવ્યા હતા, જેમાં ભોગ બનનાર સગીર હોવા બાબતે સ્કૂલના આચાર્ય અને તબીબની જુબાની બાદ કોર્ટે આરોપી અરવિંદ વિનુ ધોળકિયાને તકસીરવાર ઠેરવી 20 વર્ષની  સજા , દડ અને ભોગ બનનારને 2 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસમાં સરકાર તરફે એપીપી આબીદભાઈ સોસને રજૂઆતો કરી હતી અને મૂળ ફરિયાદી વતી એડવોકેટ ખોડુભાઈ સાકરીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.