રાજ્ય સરકાર દ્વારા જીવીકે ઈએમઆરઆઈ મારફતે  પીપીપી મોડથી શરૂ કરાયેલ મોબાઈલ પશુ દવાખાનાનો જૂનાગઢ જિલ્લાના ૩૦ ગામને લાભ મળશે. જે માટે પશુપાલકો ૧૯૬૨ ઉપર ફોન કરી તેમના પશુધન માટે આરોગ્ય વિષયક સેવા વિનામુલ્યે મેળવી શકશે. વિસાવદર તાલુકાના સરસઇ તથા આજુબાજુના મોણિયા, ચાંપરડા, નાની મોણપરી, ઘંટીયાણ, શેત્રુંજી, વડાળા, દાદર, રતાંગ, મીયાવડલા, ઈશ્વરીયા (ગીર) એમ ૧૦ ગામ માટે  આ મોબાઇલ વાનનું  સરસઈ ખાતે મુખ્ય મથક રહેશે.

બીજી મોબાઈલ વાનનું માણાવદર તાલુકાના નાકરા ગામે મુખ્ય મથક રહેશે અને આજુબાજુના નાનડીયા, સીતાણા, ભીતાણા, માંડોદરા, મટીયાણ, આંબલીયા, ખખાવી, વડાળા, પાદરડી એમ ૧૦  ગામના પશુપાલકને  લાભ મેળવી શકશે. જ્યારે ત્રીજી મોબાઈલ  માંગરોળ તાલુકાના શીલ મુખ્ય મથક પર રહેશે અને લોએજ, રહીજ, તલોદરા, સાંગાવાડા, આત્રોલી, આજક, ઝરીયાવાડા, ફરંગટા, બામણવાડા સહિતના ૧૦ ગામને આ સુવિધા મળશે તેમ નાયબ પશુપાલન નિયામક ડો. શિંગાળાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.