વાસ્તુશાસ્ત્ર તમારા જીવનમાં શાંતિ અને સમૃધ્ધિ લાવનારું છે. વાસ્તુશાસ્ત્રની દરેક ટીપ પાછળ વિજ્ઞાન અને તર્ક હોય છે. આપણે જ્યારે ૨૦૧૮ના વર્ષમાં પ્રવેશી રહ્યા છીયે ત્યારે વાસ્તુ એક્સપર્ટ શ્રીમતી શેલી મહેશ્વરી ગુપ્તાએ કેટલીક ટીપ આપી છે જેને કારણે તમારા આવનારા વર્ષમાં ખુશીઓ અને સમૃધ્ધિ આવશે. આવનારું વર્ષ આપની માટે ફળદાયી રહે તે માટે આ રહી કેટલીક ટિપ્સ.
૧) દરેક ઘરમાં પૂજારૂમ હોવો ખૂબ જરૂરી છે. તેના સ્થાન વિશે હંમેશા મૂંઝવણ હોય છે. પૂજારૂમમાં તમે મૂર્તિઓ એવી રીતે ગોઠવો જેમાં તમે પુજા કરતી વખતે તમારી દિશા ઉત્તર-પૂર્વ તરફ હોવી જોઇયે.
૨) ૨૦૧૮ને ફળદાયી બનાવવા માટે રોજ સાંજે પાણીના ગોળા પાસે દીવો કરવો.
૩) ફૂવારો કે ફુવારાને લાગતું ચિત્ર હમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું જે ઘરમાં સફળતા, સંપતિ અને સમૃદ્ધિ ખેંચી લાવશે.
૪) વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજો ખૂબ અગત્યનો છે. દરેક દરવાજો અંદરની તરફ ખૂલે તેમ રાખવો જોઇયે. અને દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે નકુચાઓ અવાજ ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇયે.
૫) જો બેડરૂમની દીવાલમાંથી જો બીમ પસાર થતો હોય તો તેની નીચે બેડ રાખવો નહીં. આ વ્યવસ્થા માંદગીને આમંત્રણ આપે છે.
૬) જો તમારા રૂમમાં પાંચ ખૂણા પડતાં હોય તો તે સારું નથી. તેની ખરાબ અસરો ટાળવા વાંસની વાંસળી કે પિરામિડ મૂકી શકાય છે.
૭) ઘરનો ઉત્તર-પૂર્વનો ખૂણો હંમેશા બંધ હોવો જોઇયે. ભારે વસ્તુઓને મૂકવા માટે દક્ષિણનો ખૂણો ઉત્તમ રહેશે.
૮) ટોઇલેટ એ વાસ્તુશાસ્ત્રમાં સૌથી ચર્ચિત જગ્યા છે. ટોઇલેટની સીટ ઉત્તર-દક્ષિણ તરફ જ રાખવી જોઇયે અને ઉપયોગ ના હોય ત્યારે બંધ રાખવું જોઇયે.
૯) અલમારી અને પલંગ દક્ષિણ-પશ્ચિમ બાજુની દીવાલ નજીક અને ઉત્તર-પૂર્વ બાજુની દીવાલથી થોડેક દૂર હોવી જોઇયે.
૧૦) પાણી પીતી વખતે તમારો ચહેરો ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશા તરફ રાખો. સારા સ્વાસ્થ્ય માટે આ એક ઉત્તમ ટીપ છે.
૧૧) ડાઇનિંગ રૂમમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિવાલ પર એક મોટો અરીસો હોવો જોઈએ જે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે.
૧૨) ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં વ્યક્તિનું માથું દક્ષિણ તરફ રહે તે રીતે સૂવું જોઇયે.
૧૩) હિંસા દર્શાવતું ચિત્ર કોઈપણ સંજોગોમાં ઘર કે કામના સ્થળે મૂકવું જોઇયે નહીં.
૧૪) ખ્યાતિ અને સફળતા માટે દક્ષિણમાં લાલ લેમ્પ મૂકો.
૧૫) દક્ષિણ-પશ્ચિમ દિશામાં પ્રેમ, બંધન અને સંબંધો સુધારવા માટે દંપતી અથવા કુટુંબને દર્શાવતા ચિત્રો હોવા જોઈએ.
૧૬) પરીક્ષામાં સફળતા મેળવવા માટે અભ્યાસ કરતી વખતે બાળકોને ઉત્તર દિશા તરફ બેસીને ભણવું જોઇયે.
૧૭) જે બેચલર લગ્ન કરવા ઇચ્છે છે તેણે તેમના ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલા રૂમમાં રહેવું જોઈએ.
૧૮) પૈસાને ઉત્તરમાં બનાવેલા ડ્રોવરમાં રાખવા જોઇયે અને બમણી આવક કરવા માટે ડ્રોવરમાં અરીસો લગાવવો જોઇયે.
૧૯) ઘરના સભ્યો વચ્ચેની સમસ્યાઓ અને ઝગડા ઘટાડવા માટે સ્ફટિકોવાળી વિન્ડ ચાઈમ્સ બેડરૂમમાં વિન્ડો પર મૂકવી જોઈએ.
૨૦) ઊર્જાના મુક્ત પ્રવાહ માટે ઘરનું કેન્દ્ર ખુલ્લુ રાખવું અનિવાર્ય છે. આ બાબત ઘરમાં આરોગ્ય, સમૃદ્ધિ અને હકારાત્મકતા માટે મહત્વપૂર્ણ છે.