રાજકોટમાં રૈયા રોડ પર આવેલ શીવપરામાં મકાન ભાડે રાખી ગર્ભ પરિક્ષણનું ગેરકાયદે કૃત્ય કરતી બોગસ મહિલા તબીબને પોલીસે ડમી ગ્રાહક મોકલીને રંગે હાથ પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં રૈયા રોડ પર શીવપરામાં મકાન ભાડે રાખી બોગસ તબીબ મહિલા ગર્ભ પરીક્ષણ કરતી હોવાનું એસઓજીના પીએસઆઈ અંસારી સહિતના સ્ટાફને જાણ થતા મહિલા પોલીસને ડમી ગ્રાહક બનાવી મોકલી દરોડો પાડી ગર્ભપાત કરતી સરોજ સુબ્રહ્મણીયમ ડોડીયા રહે. કોઠારીયાને ઝડપી પાડી છે.
તેની પાસેથી ગર્ભપાતના સાધનો તેમજ દવાઓનો જથ્થો તેમજ મોબાઈલ કબ્જે કરી છે.અને આરોગ્ય અધિકારીની ફરિયાદ પરથી તેની અટકાયત કરી વધુ આ કૌભાંડમાં કોણ છે. તે દીશામાં તપાસ હાથ ધરી.
પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલ બોગસ તબીબ મહિલા સરોજ ધો.12 પાસ હોવાનું બહાર આવ્યું છે. અને છેલ્લા ઘણા સમયથી મકાન ભાડે રાખી ગેરકાયદે કૃત્ય કરી વેપાર કરવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સરોજ ડોડીયા રૂપિયા 18 હજારમાં ગર્ભપાત કરતી હતી. સરોજ ડોડીયા અને એક મહિલા સાથી આ કામ સાથે મળીને કરતાં હતા.પોલીસ કોન્સ્ટેબલ શાંતુબેન મુલિયા અને યુવરાજસિંહ રાણા ડમી ગ્રાહક તરીકે ગયા હતા. ડમી ગ્રાહક તરીકે ગયેલી પોલીસને સરોજબેનએ કહ્યું ફિમેલ ચાઈલ્ડ હોય અને ગર્ભપાત કરવાનું હોય તો વિસ હજાર અલગથી આપવાના રહેશે.