રેલવે મજદુર સંઘ હંમેશા સામાજીક પ્રવૃત્તિમાં અગ્રેસર રહે છે: રમેશભાઇ ટીલાળા
રાજકોટ વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ દ્વારા ઇન્ટર ડિપાર્ટમેન્ટ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન તારીખ 24-4 થી 29- 4 -2023 સુધી કરવામાં આવેલું છે; જેનું ઉદઘાટન જનરલ સેક્રેટરી આર જી કાબર, ડીઆરએમ અનિલકુમાર જૈન, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા ક્રિકેટ રમી ને કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટમાં ઓખા થી લઈ સુરેન્દ્રનગર સુધી ની કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગઈકાલે મેચમાં ઓપરેટિંગ કોમર્શિયલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિક વિજેતા રહી હતી.
ડીઆરએમ અનિલ કુમાર જૈન એ કહ્યું હતું કે વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ દ્વારા સામાજિક અને રમતગમતની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. તેના માટે સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા એ જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ હંમેશા સામાજિક પ્રવૃત્તિઓ, રમતગમત પ્રવૃત્તિઓ અને કર્મચારીના હિતની પ્રવુતિઓ કરવામાં હંમેશા અગ્રેસર રહે છે. ટુર્નામેન્ટમાં રાજકોટ મંડળ ની 20 ટીમો એ ભાગ લીધેલ છે એ પણ પપ્રશંસા ને પાત્ર છે.
આ તકે જનરલ સેક્રેટરી આર જી કાબરે જણાવેલ કે સ્વ જે જી મહુરકરની સ્મૃતિમાં વેસ્ટન રેલ્વે મજદૂર સંઘ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થાય છે.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ડી.આર.એમ અનિલકુમાર જૈન, જનરલ સેક્રેટરી આર જી કાબર, સિનિયર ડીઓએમ રમેશ ચંદ્ર મીના, સિનિયર ડી સી એમ સુનિલકુમાર, સિનિયર ડી ઈ એન ઇન્દ્રજીતસિંઘ તથા ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા દર્શિતભાઈ જાની પ્રફુલાબેન સોલંકી અને સામાજિક કાર્યકર ક્રીમા સંઘવી તથા ભાવનગરના મંડળ મંત્રી બી એન ડાભી યુવરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાઆ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતાની આગેવાની હેઠળ બીપીનભાઈ વ્યાસ, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, જયેશ ડોડીયા, ઝાકીર જામ, હિતેશ ભટ્ટ, કેતન ભટ્ટી, પ્રતિક મહેતા, સી બી જાડેજા, દેવેન્દ્રસિંહ ઝાલા એ જહેમત ઉઠાવી હતી તથા મહિલા સ્ટાફ તરફ થી જ્યોતિ પંડિત અને જયશ્રી સોલંકી હાજર રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન ધર્મિષ્ઠા પૈજા દ્વારા કરવામાં આવ્યું હતું.