વર્તમાન સમયમાં ગુજરાત સરકારની સોલાર રૂફટોપ યોજના કાર્યાન્વિન્ત બન્યા બાદ ઘરે ઘરે સોલાર પેનલ જોવા મળે છે. જેની સફાઈ કરવી અધરી લાગતી હોય છે. તેના માટે એ.વી.પી.ટી.આઈ-રાજકોટના વિદ્યાર્થીએ સોલાર પેનલ સાફ કરવાની ક્લીંનિંગ સિસ્ટમ વિકસાવી છે. આવા અનેક પ્રોજેક્ટ રાજ્ય સરકાર માન્ય – એ.વી.પી.ટી.આઈ કોલેજ રાજકોટ ખાતેઆકાર લઈ રહ્યા છે.

એ.વી.પી.ટી.આઈ કોલેજના પ્રિન્સિપાલ શ્રી પંડ્યા જણાવે છે કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી તથા ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના રીજીયોનલ સેન્ટરનો શુભારંભ ગુજરાતમાં 2018થી શરૂ થયો છે. છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમ્યાન 25 જેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં રૂા.16.24 લાખની નાણાકીય સહાય કરવામાં આવી છે. જે પૈકી રાજ્ય સરકારની સ્ટાર્ટઅપ પોલીસી અંતર્ગત 14 જેટલા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને રૂા.1.24 લાખની નાણાકીય સહાય કરવામાં આવી છે. જ્યારે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટીના ડિઝાઇન ઇનોવેશન સેન્ટર અંતર્ગત 11 જેટલા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ અંતર્ગત 15 લાખથી વધું રકમની મદદ કરવામાં આવી છે.

આડિઝાઈન ઈનોવેશન સેન્ટરના રીજીયોનલ સેન્ટર અંતર્ગત વિદ્યાર્થીને માઈન્ડ ટુ માર્કેટના ક્ધસેપ્ટને સાકાર કરવા તમામ પ્રકારની હેલ્પ કરવામાં આવે છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત રાજ્ય સરકાર તમામ યુનિવર્સીટીના માધ્યમથી વિદ્યાર્થી ઓમાં રહેલા સંશોધનકારો માટે 100 કરોડની ગ્રાન્ટની ફાળવણી સાથે કોઈપણ પ્રોજેક્ટની કલ્પના, તેનાપ્રોટોટાઇપ બનાવવા, ઉત્પાદન કરવા, પરીક્ષણના વિવિધ તબક્કામાંથી પસાર થયા છે. આ માટે 125 સ્ટુડન્ટ ઇનોવેટર્સ/સ્ટાર્ટ-અપ્સ માટે ઈન્ટેલીજન્ટ પ્રોપર્ટી રાઈટ્સ જેવા કે, કોપીરાઈટ્સ, પેટન્ટ, ટ્રેડમાર્ક ફાઇલ કરવા માટે 25,000 સુધીની રકમ આપવામાં આવે છે.

પ્રૃફ ઓફ ક્ધસેપ્ટના તબક્કે 200 સ્ટુડન્ટ ઇનોવેટર્સ/સ્ટાર્ટ-અપ્સ માટે પ્રોટોટાઇપિંગ સપોર્ટ માટે રૂા.2 લાખની રકમ આપવામાં આવે છે.આ અંગે ડિઝાઇન ઇનોવેશન સેન્ટરનાકો-ઓર્ડીનેટર આર.ડી.રાઘાણી જણાવે છે કે, ડિગ્રી-ડિપ્લોમાનાવિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા બાદબિઝનેસ કરી શકે તે માટે સૌરાષ્ટ્ર-કચ્છ ખાતેનું ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટીનું રીજીયોનલ સેન્ટર -ડિઝાઇન ઇનોવેશન સેન્ટર એ.વી.પી.ટી.આઈ રાજકોટ ખાતે કાર્યરતછે. વિદ્યાર્થીઓ માટે આધુનિક સમયના પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ માટે ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે 3ડી પ્રિન્ટર તથા ફ્લેશફોર્જ, લેસર કટિંગ અને એન ગ્રેવિંગ મશીનની સુવિધાઆ સેન્ટરમાં શરૂ કરવામાં આવી છે.

જેના દ્વારા સોલાર પેનલ સાફ કરવાની ક્લીંનિંગ સિસ્ટમ, ડ્રોન વિમાન વડે ખેતરમાં દવાનો છંટકાવ કરવો, બોલતું નોટીસબોર્ડ, આંગળી વડે વ્હિલચેરનો ઉપયોગ કરવો જેવા અનેક પ્રોજેક્ટ  આકાર લઈ રહ્યા છે. તેમજ જેનેસ્ટર ઈનોવેશન દ્વારા ડ્રોન વિમાનની મોટરનું ડિઝાઈનિંગ અને મેન્યુફેક્ચરીંગ સહિત અલગ અલગ 14 વિષયો પર પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે. જેમાં હેક્ઝાગોનલ ટેલીસ્કોપિક સ્પેનર, પોર્ટેબલ સેન્ટ્રીફ્યુગલ પમ્પ, વેરીયેબલ સ્પીડ મલ્ટીશાફ્ટ મોટરવગેરેનો સમાવેશ થાય છે.

આ ફેબ લેબના માધ્યમ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની 14 જેટલી કોલેજોને ટેકનિકલ મદદ પુરી પાડવામાં આવી છે. પ્રોડક્ટ ડિઝાઈન અને ડેવલપમેન્ટ, માર્કેટ એક્સેસ સપોર્ટ, ઈન્ડસ્ટ્રીયલ એક્ઝીબીશન સપોર્ટ તથા પેટન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઈનકોપીરાઈટ, વગેરે માટે તમામ પ્રકારની સહાય કરવામાં આવે છે, આર.ડી.રાઘાણીએ જણાવ્યું હતું.છેલ્લા ત્રણ માસમાં 20 જેટલા વિદ્યાર્થીઓએ મલ્ટીનેશનલ કંપનીમાં પ્લેસમેન્ટ મેળવ્યું છે. હાલમાં જ એલ એન્ડ ટી ડિફેન્સમાં 8 વિદ્યાર્થીઓ સિલેકટ થયા છે. આ ઉપરાંત, ટાટા, એસ્સાર, વિપ્રો, આદિત્ય બિરલા ગ્રુપ, અદાણી, સુઝલોન જેવી અનેક કંપનીઓના પ્લેસમેન્ટ સંસ્થામાં યોજવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.