ઓખા શ્રી સર્વોદય મહિલા ઉધોગ મંડળ દ્વારા મહિલા જાગૃતિ અને દેશભકિતની જયોત હંમેશા પ્રજલિત રહે તે માટે પુલવામા ૪૪ વિર શહિદોને શ્રદ્ધાંજલીરૂપે સતત એક માસ સુધી પાંચ શ્રદ્ધાંજલીના અનોખા કાર્યક્રમ યોજવામાં આવ્યા જેમાં પ્રથમ બાળકો અને મહિલા દ્વારા કેન્ડલ માર્ચ, રઘુવંશી મહિલાઓ દ્વારા ગીતા પાઠ, નેત્રનિદાન કેમ્પ, રકતદાન કેમ્પ અને આજે મહિલા દિન-૨૦૧૯ની ઉજવણીના ભાગરૂપે અનોખો કાર્યક્રમ ઓખા લહેરી માતા મંદિર નવીનગરી એરીયામાં યોજાયો.

આ કાર્યક્રમની શરૂઆત એ મેરે વતન કે લોગોના ગીત પર શ્રદ્ધાંજલી આપવામાં આવી. ત્યારબાદ પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કે માં દિકરીના સંબંધો ફેન્ડલી હોવા જોઈએ, દિકરીને અભ્યાસ કરાવો સાથે દિકરા પર પણ વધુ ધ્યાન આપવું, નવી પેઢીને વ્યસન‚પી રાક્ષસથી બચવું હશે તો મા-બાપે ખાસ વ્યસનથી મુકત રહેવાની જરૂર છે.

સ્ત્રી સશકિતકરણના ભાગ‚પે ૧૦ થી ૧૨ મહિલાઓએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. જેમાં નાણાકીય વ્યવહારો, પોલીસ ફરિયાદ માટે ૧૮૧ નંબરનો ઉપયોગ, મહિલાઓને મદદરૂપ થવા, જીંદગીમાં બધા સાથે હળીમળીને રહેવા જેવા સુંદર પ્રતિભાવો આપ્યા હતા. કાર્યક્રમને રસપ્રદ બનાવવા આરોગ્ય, વર્તન, આહાર, વ્યસનમુકિત જેવા વિષયો આવરી લેતી ૧૫ પ્રશ્ર્નોતરીમાં બધી મહિલાઓએ રસપ્રદ રીતે ભાગ લીધો હતો અને ઈનામો પણ મેળવ્યા હતા.

આ પ્રસંગે ઓખાના ઈન્ચાર્જ પીએસઆઈ ગજેન્દ્રસિંહ ઝાલાએ પણ સરકારની યોજના અંતર્ગત સુંદર માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ કાર્યક્રમમાં દેવીલાબેન દવે, ખતુબેન, મજુલાબેન, ઝરીનાબેન, પુજાબેન દવે, હિનાબેન જેઠવા, દીયાબેન માણેક, જોહરાબેન વગેરે કારોબારી સભ્યો ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નારી શકિત મહિલા મંડળના ઉષાબેન તન્ના સાથે તેમની મહિલા ટીમે સારી જહેમત ઉઠાવી હતી. છેલ્લે ડો.પુષ્પાબેન દ્વારા કારોબારી સભ્યો, મીઠાપુર તથા અલગ-અલગ વિસ્તારમાં સામાજીક કામો કરતી ૨૦ મહિલાઓને સન્માનિત કરાય હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.