રાજકોટના તત્કાલિન જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સહિત ચાર આઇપીએસ, બે ડીવાય.એસપી, છ પીએસઅઇ, આઇબીના અધિકારી, એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલની પ્રશંસનિય અને વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઇ સ્વતંત્ર દિવસ પૂર્વે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઇ

15 ઓગસ્ટ નિમિતે સ્વતંત્ર દિવસ નિમિતે પોલીસમાં વિશિષ્ટ અને પશંશનીય ફરજ બજાવતા આઇપીએસ અધિકારીથી લઇ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઇ હોય છે. જેમાં રાજકોટ રેન્જમાં આઇજી તરીકે પસંશનીય ફરજ બજાવી હાલ વડોદરા રેન્જ આઇજી તરીકે ફરજ બજાવતા સંદિપસિંહ અને રાજકોટમાં ડીસીપી અને જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા ખુરશીદ અહેમદ સહિત 20 પોલીસ કર્મચારીની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થયાની યાદી જાહેર થઇ છે.

ગુજરાતના 20 પોલીસ કર્મચારીઓમાં ચાર આઇપીએસ, બે ડીવાય.એસ.પી. આઇબીના અધિકારી, છ પીએસઆઇ, એએસઆઇ અને એક હેડ કોન્સ્ટેબલનો રાષ્ટ્રપતિ ચંદ્રકની યાદીમાં સમાવેશ થાય છે.

રાજકોટ રેન્જમાં આઇજી તરીકે ફરજ બજાવી ચુકેલા સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ સુરેન્દ્રનગરની કુખ્યાત ગેડીયા ગેંગ, જામનગરના ભૂ માફિયા જયેશ પટેલ, ગોંડલના નામચીન નિખીલ દોંગા અને મોરબીના માથાભારે મીર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીકના ઓખામઢીના ખનિજ માફિયા સામે કરેલી કડક કાર્યવાહી મહત્વની બની રહી હતી. આ ઉપરાંત તેઓ અમરેલી ખાતે ફરજ બજાવતા હતા ત્યારે અદિતી હત્યા કેસનો આગવી કુન્હેથી ભેદ ઉકેલ્યો હતો. જ્યારે ખુરશી અહેમદ રાજકોટમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ દરમિયાન પોલીસ સ્ટાફ માટે ઘણા ઉપયોગી કામ કર્યા હોવાથી પોલીસ સ્ટાફ અને લોકોમાં સારી લોક ચાહના ધરવતા હતા તેઓ વહીવટી કુશળતા ધરાવતા હોવાથછી તેમની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઇ છે.

રેલવેના એડીશનલ જનલર ડાયરેકટર રાજકુમાર પાંડિયન, સીએમ સિકયુરિટીના ગીરીરાજસિંહ અનોપસિંહ જાડેજા, અમદાવાદના હથિયારી એકમના એસીપી ફિરોજ શેખ, ગોધરાના ડીવાય.એસ.પી. સુરેન્દ્રસિંહ કુંપાવત, સુરત રેન્જના પીએસઆઇ મનોજકુમાર પાટીલ, વડોદરાના પીએસઆઇ પ્રવિણકુમાર દેત્રોજા, પૂર્વ કચ્છના હેડ કોન્સ્ટેબલ ખીમજી ફફલ,  અમદાવાદ સિટીના હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ સોલંકી, દેવભૂમિ દ્વારકા એલસીબી પી.એસ.આઇ. ભાર્ગવકુમાર દેવમૂરારી, સુરતના આઇબી અધિકારી રેખાબેન કેલાતકર, સુરત સિટીના પીએસઆઇ ભરતસિંહ ગોહિલ, ગાંધીનગર આઇબી અધિકારી રાજેન્દ્રસિંહ મસાણી, સુરત સિટીના પીએસઆઇ કિરીટસિીંહ પુવાર, વડોદરા રેન્જના એએસઆઇ રવિન્દ્ર માલપુરે, સુરત આઇબી અધિકારી અશોક મિયાત્રા, ગાંધીનગરના પીએસઆઇ નિતાબેન અને ગાંધીનગરના આઈબી અધિકારી વિશાલભાઇ ચૌહાણની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ દ્વારા તમામને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.