Abtak Media Google News
  • સવારથી 28 તાલુકામાં વરસાદ: બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ, જૂનાગઢના મેંદરડામાં અડધો ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં ઝાપટું વરસ્યું: આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી

રાજ્યના ત્રણ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું હવમાન વિભાગનું અનુમાન છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મહેસાણાના કડીમાં સવા પાંચ ઇંચ તો સાબરકાંઠાના ઇડરમાં સાડા ત્રણ ઇંચ, ભરૂચના હાંસોટમાં બે ઇંચ, ભરૂચના નેત્રંગમાં બે ઇંચ, મહેસાણાના જોટાણામાં પોણા બે ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા બે ઇંચ, અરવલ્લીના ભિલોડામાં દોઢ ઇંચ, મહેસાણાના વીજાપુરમાં સવા ઇંચ, ગાંધીનગરના માણસામાં સવા ઇંચ, હિંમતનગરમાં સવા ઇંચ, પાલનપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો તો દેત્રોજામાં એક ઇંચ તો સંજેલી એક ઇંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદનું ટીપું પણ પડ્યું નથી ત્યારે હજુ હવામાન વિભાગ દ્વારા આજે પણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં પારડી, વલસાડ, પાટણમાં અડધો ઇંચ જ્યારે બાલાસિનોર, આંકલાવ અને વડોદરા અડધો ઇંચ તેમજ ધાનપુર, તલોદ, હાલોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 20.15 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 29.15 ટકા વરસાદ જ્યારે કચ્છમાં સિઝનનો કુલ 25.59 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો કુલ 20.97 ટકા જ્યારે મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીનો 12.95 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 13.71 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

19 તાલુકામાં બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 98 તાલુકામાં બેથી લઇ પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 83 તાલુકામાં પાંચથી 10 ઇંચ સુધીનો વરસાદ જ્યારે 39 તાલુકામાં 10 થી 20 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે તો 12 તાલુકા એવા છે કે જેમાં અત્યાર સુધીમાં 20 થી 40 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.