જિલ્લામાં પંદરમી ઓગષ્ટ પહેલા જ વાવણી કાર્ય પૂર્ણ

રાજકોટ જિલ્લામાં સોયાબીનના વાવેતરમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. જોકે, જિલ્લામાં પંદરમી ઓગષ્ટ પહેલા જ વાવણી કાર્ય પૂર્ણ થઈ જવા પામ્યું છે.10645 હેક્ટર સામે આ વર્ષે 12,663 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર નોંધાયું છે.

રાજકોટ જિલ્લામાં ખેડૂતો આ વર્ષે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત પાક લેવાયો છે. રાજકોટ બેડી યાર્ડના સૂત્રો અનુસાર સોયાબીનની ગણાતા સોયાબીનની ખેતીમાં પણ રસ લીધો છે. જિલ્લા આવક વધીને હાલ રોજ 500 થી 700 ક્વિન્ટલ થઈ રહી છે પંચાયતના ખેતીવાડી વિભાગના સૂત્રો અનુસાર ગત વર્ષે અને ખેડૂતોને રૂ.900 થી 950 પ્રતિ મણ ભાવ મળે છે.ધોરાજી, જેતપુર, ઉપલેટામાં વધુ વાવેતર, કપાસ અને મગફળીનો પાક લેવામાં ગોંડલ જિલ્લામાં અગ્રેસર, ડાંગર-જુવાર વાવતા નથી.

ખાસ કરીને ધોરાજી, જેતપુર, ઉપલેટા તાલુકામાં સોયાબીનનો પાક લેવાનું વલણ ખાસ્સુ વધેલું જોવા મળ્યું છે. જ્યારે મગફળી સર્વાધિક વાવેતર ગોંડલ તાલુકામાં થયું છે. રાજકોટ જિલ્લામાં બાજરી, જુવાર ખવાય છે પરંતુ, જુવારનું એક પણ ખેડૂત વાવેતર કરતા હોવાનું નોંધાયુ નથી. જ્યારે બાજરીનું વાવેતર માત્ર જસદણ વિછીયામાં વધારે થાય છે અને કંઈક અંશે રાજકોટ તાલુકામાં થાય છે. આ જ રીતે મઠ ઘરે ઘરે ખવાતા રહે છે પરંતુ, ખરીફ ૠતુમાં માત્ર જસદણ,પડધરી સિવાય જૂનમાં મગફળી વાવનારને વધુ ઉતારો મળ્યાનું તારણ ક્યાંય મઠનો પાક લેવાતો નથી. તાલુકામાં થયું છે.

જિ.પં.સૂત્રો અનુસાર રાજકોટ, જિલ્લામાં ખેડૂતોએ પાછોતરા વાવણી કરી નથી, 15 ઓગષ્ટ પહેલા 99 ટકા વાવણી થઈ ગઈ હતી.ચાલુ વર્ષે 5,32,562 હેક્ટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષે 5,31,965 હેક્ટરમાં હતું.

મગફળીનું વાવેતર 2.82 લાખ હેક્ટમાં અને કપાસનું 2.33 લાખ હેક્ટરમાં થયું હતું તેનો પાક હવે બજારમાં ઠલવાઈ રહ્યો છે. મગફળીનું જૂનમાં વાવેતર કર્યું તેને સારો ઉતારો મળ્યાનું પણ તારણ નીકળ્યું છે. સોયાબિનનું વાવેતર વધવાનું કારણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો એ પણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.