વાપીથી ઉપલેટા જતી બસના ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા સજાયો અકસ્માત
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે તેને સુરેન્દ્રનગર નો આ હાઇવે વાહન ચાલકો માટે જોખમ રૂપ સાબિત થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કટારીયા ગામના પાટીયા નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે
ખાનગી બસ પલટી ખાઈ જતા 20 પેસેન્જરને ગંભીર ઇજાઓ પહોંચી છે.વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક આવેલા કટારીયા ગામના પાટીયા નજીક ડ્રાઇવરે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઈ ગઈ છે. બસમાં સવાર 20 પેસેન્જરને ઇજાઓ પહોંચતા સારવાર માટે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર શરૂ કરાવવામાં આવી છે
પ્રાથમિક તપાસમાં વાપીથી ઉપલેટા બસ જતી હતી અને તેમાં અંદાજિત 40 થી વધુ પેસેન્જર ભરેલા હતા ત્યારે અચાનક ડ્રાઇવરને કટારીયા ગામના પાટીયા નજીક જોગું આવી જતા બસ પલટી ખાઈ ગઈ છે અને બાજુની ખાંડમાં ખાબાકી છે.જોકે આ મામલે કોઈ મોટી જાનહાની થવા પામી નથી 20 પેસેન્જરને ઈજા પહોંચી હોવાના પગલે સારવાર માટે લીમડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અન્યત્ર પેસેન્જરની જે ગંભીર હાલત વાળા હતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.ત્યારે ઘટનાની જાણ થતા લીમડી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ મામલે તપાસ નો દોર યથાવત કરવામાં આવ્યો છે.
હાલની પરિસ્થિતિમાં ઈજાગ્રસ્તો ને લીમડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર શરૂ કરી અને તેમના પરિવારજનોને જાણકારી આપવામાં આવી છે.