દોડાવીને 1911.28 ટન એલ.એમ.ઓ. પહોચાડતું રેલ તંત્ર

વધુ ત્રણ ઓકિસજન એકસપ્રેસ ટ્રેનોનો સમાવેશ

પશ્ર્ચિમ રેલવે દ્વારા કોવિડ સંક્રમિતોને રાહત પહોચાડવાના હેતુથી એલ.એમ.ઓ.નું લગાતાર પરિવહન કરવા ઓકિસજન એકસપ્રેસ ટ્રેનો દોડાવાઇ રહી છે. રાજકોટ ડીવીઝન દ્વારા 13 મેના દિવસે ર4કલાકથી પણ ઓછા સમયમાં વધુ ત્રણ ઓકિસજન એકસપ્રેસ ટ્રેનો દોડાવાઇ હતી. આ અંગે રાજકોટ ડીવીઝન સીનીયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર દિલ્હી માટે ર તથા રાજસ્થાન માટે 1 સહીત વધુ ત્રણ ઓકિસજન એકસપ્રેસનો સમાવેશ થાય છે.

એક ટ્રેન હાપાથી રાજસ્થાન સ્થિત કનકપુરા માટે રાત્રે 12.15 કલાકે રવાના થઇ હતી. જેમાં બે ટેન્કરો દ્વારા 32.86 ટન એલએમઓનું પરિવહન કરાયું હતું. તથા હાપાથી બીજી ટ્રેન દિલ્હી માટે વહેલી સવારે 3.15 કલાકે રવાના થઇ હતી. જેમાં 4 ટેન્કરો દ્વારા 76.67 ટન એલએમઓનું પરીવહન કરાયું હતું. ત્રીજી ટ્રેન હાપાથી દિલ્હી કૈંટ માટે સાંજે 6.45 કલાકે રવાના થઇ જેમાં 4 ટેન્કરો દ્વારા 79.19 ટન એલએમઓ રવાના કરાયો હતો. એલએમઓની આપૂર્તિ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સહયોગ મળ્યો છે.

રાજકોટ ડીવીઝન દ્વારા હજુ સુધી મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, ઉતરપ્રદેશ તથા દિલ્હીમાં ઓકિસજન ટેન્કરો દ્વારા કુલ ર0 ટ્રેનોમાં આશરે 1911.88 ટન એલએમઓનું પરિવહન થઇ ચુકયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.