ભીમબેટકા ગુફા નજીક યુનેસ્કો દ્વારા ઘોષિત વર્લ્ડ હેરીટેજ સાઈટ વિસ્તારમાંથી આદિકાળના અવશેષો મળ્યા
ચાર ફૂટ લાંબા પગના પંજાની છાપ મળી
કોઈ તો થા… મધ્યપ્રદેશના ભોપાલમાં સ્થિત ભીમબેટકાની ગુફા પ્રાચીન રહસ્યમય તથ્યોથી ઘેરાયેલી છે. અહીંથી મહાભારત, રામાયણ આદિકાળના સમયે હોવાના ઘણા પુરાવાઓ મળ્યા છે. ત્યારે હાલ ફરી એક વખત અતિ પ્રાચીન અવશેષો મળી આવતા સંશોધકોનો ઉત્સાહ વધાર્યો છે. ભીમ બેટકાની ગુફા નજીકથી પૃથ્વીપરનાં સૌથી પ્રાચિન પ્રાણીના જીવાશ્મ મળી આવ્યા છે. જે ૫૭ કરોડ વર્ષ જુના હોવાનું સંશોધનકર્તાઓનું તારણ છે.
ભીમબેટકા નજીકથી જે વિસ્તારમાંથી આ જીવાશ્મ મળી આવ્યા છે. તે ભોપાલથી ૪૦ કીમી દૂર છે. અને આ વિસ્તારનો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવેશ કરાયો છે. તાજેતરમાં ઈન્ટરનેશનલ જર્નલ ગોંડવા એડીશનમાં અહેવાલ પ્રકાશિત કરતા સંશોધનકર્તાઓએ આ માહિતી આપી હતી. તેમના જણાવ્યાનુસાર જે જીવાશ્મ મળી આવ્યા છે તે ડીકીસોનિયાના જીવાશ્મ સમાન છે.પૃથ્વી પરનું સૌથી જુનુ પ્રાણી આ છાપ ધરાવતું પ્રાણી હોઈ શકે તેમ પણ કહી શકાય આ પ્રાણીના ચાર ફૂટ લાંબા પગ હોવાની છાપ મળી છે.
તેમણે કહ્યું કે, આ કરોડો વર્ષ જુના જીવાશ્મ જોગાનુજોગ મળી આવ્યા છે. અહી, જીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના બે નિષ્ણાંત ૩૬મી ઈન્ટરનેશનલ જીઓલોકલ કોંગ્રેસમાં ભાગ લેવા આવ્યા હતા. અને ભીમબેટકા ગુફાની સફર કરતા આ જીવાશ્મ મળી આવ્યા છે. એએસઆઈનાં નિવૃત જોઈન્ટ ડાયરેકટર એસ.વી. ઓટાએ કહ્યું કે, માનવજીવનની શરૂઆત કઈ રીતે થઈ?? માનવજીવન પહેલા શું ?? આદિમાનવકાળ સમયે શું ?? વગેરે પહેલુઓ પર આ જીવાશ્મ અને સમયે સમય મળી આવતા અવશેષો પરથી જાણી શકાય છે.