૭ કલાક માટે દરવાજાને અડધો ફૂટ ખોલી નારણકા ગામની પાણીની સમસ્યા નિવારવામાં આવી
નારણકા ગામના લોકોની માંગણીના અનુસંધાને આજે મચ્છુ ૩ ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલીને ૨૦ એમસીએફટી પાણી ચેકડેમમાં છોડવામાં નક્કી કર્યું હતું.
નારણકા ગામની પાણીની સમસ્યા નિવારવા તંત્ર દ્વારા મચ્છુ ૩ ડેમના પાટિયા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મચ્છુ ૩ ડેમના ૨ દરવાજા ૭ કલાક માટે અડધો ફૂટ ખોલી ને ચેકડેમ ભરવા ૨૦ એમસીએફટી પાણી છોડી ગામનો ચેકડેમ ભરવામાં આવશે.
મચ્છુ 3 સિંચાઈ યોજના માં હાલ ૧૭૭ એમસીએફટી પાણી ભરેલું છે એમાંથી ૨૦ એમસીએફટી નારણકા ગામ માટે છોડવાનો નિર્ણય લેવાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.