રૂ. 75 હજારનો મુદામાલ કબ્જે
શ્રાવણ મહિનો નજીક આવતાની સાથે જ રાજકોટ જીલ્લામાં શ્રાવણીયા જુગારની શરુઆત થવા માંડી છે ત્યારે પોલીસ સક્રિય થઇ લોધીકાના કાંગશીયાની ગામે ફલેટમાં મેટોડામાં, પડધરીમાં અને વીછીંયાના છાસીયા ગામે જુગારના દરોડા પાડી રાજકોટની બે મહિલા અને આઠ પંટરો મળી 20 શખ્સોને ઝડપી જુગારનાં પટમાંથી રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 75 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામે આવેલા શિખર પેલેસ એપાર્ટમેન્ટ એ-વીંગ, ચોથા માળે ફલેટ નં. 404 માં રહેતા નીલેશ કિશોરભાઇ માકડીયા (લાલાણી) નામનો શખ્સ તેના ફલેટમાં જુગાર ધામ ચલાવતો હોવાની બાતમી એલ.સી. બી. પી.આઇ. વી.વી. ઓડેદરાની ટીમે મળી હતી.
બાતમીના આધારે કાંગશીયાળી ગામે ફલેટમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા નીલેશ કિશોભાઇ માકડીયા (લાલાણી), સહીત રાજકોટ એ.જી. સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ કીરીટસિંહ સરવૈયા, વાવડી, રાઘેશ્યામ ગૌશાળા નજીક રહેતા હિંમત કાંતીલાલ, ગોંડલ ચોકડી નજીક રીઘ્ધી સિઘ્ધી પાર્કના સંદીપસિંહ પ્રતાપસિંહ ઝાલા, 1પ0 ફુટ રીંગ રોડ, ત્રિમૂર્તિ પાર્કના રૂગનાથભાઇ માવજીભાઇ મહેતા, રીઘ્ધિ સિઘ્ધી પાર્ક-ર નો ધવલ સુરેશભાઇ સંચાલીયા, કોઠારીયા સોલવન્ટ, હુસેન ચોકના ભગવતીબેન વિજયભાઇ સોનરાજ અને ગુરુપ્રસાદ ચોક નજીક ગોપાલ પાર્ક સોસાયટીમાં રહેતા વનીતાબેન રામજીભાઇ વાઘેલાને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા.
જુગારના દરોડા દરમિયાન જુગારના પટમાઁથી રૂ. 20 હજારની રોકડ તેમજ પાંચ મોબાઇલ મળી કુલ રૂે 39 હજારનો મુદામાલ એલસીબી પી.આઇ. વી.વી. ઓડેદરા પીએસઆઇ એસ.જે. રાણા, હેડ કોન્સ્ટે. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા અને કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ સહિતના સ્ટાફે કબ્જે કર્યો છે.
જયારે લોધીકા પોલીસે મેટોડા જીઆઇડીસી ગેટ નં. 1 પાસેથી જાહેરમાં જુગાર રમતા મેટોડાના રમેશ ઘનશ્યામભાઇ દુધરેજીયા, રાજકોટ મવડીમાં રહેતો રાજેશ જેન્તીભાઇ શિંગાળા બેડીપરાના અનવર જીવાભાઇ વૈયાણી અને રણછોડદાસ આશ્રમ પાસે રહેતો અનિલ બાબુરામ અગ્રાવત નામના શખ્સોને રૂ. 10,700 ની રોકડ સાથે ઝડપી લીધા છે.
તેમ જ પડધરી પોલીસે પડધરી જામનગર હાઇવે રેલવે બ્રીજ નીચે જાહેરમાં જુગાર રમતા પડધરીના મોટા રામપરાના જેન્તી પરષોતમભાઇ ભોજાણી અને ધ્રોલના દેડકદડ ગામના રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજાને રૂે 17,450 ની રોકડ સાથે ધરપકડ કરી છે.
વિંછીયા પોલીસ છાસીયા ગામે જાહેરમાં જુગાર ખેલતા મનસુખ કૈલાસભાઇ ઝાપડીયા, ગોપાલ કડવાભાઇ મીઠાપરા, હરીશ કાનાભાઇ ખીમસુરીયા, લક્ષ્મણ રામજીભાઇ વાળા, વિઠ્ઠલ રાધવભાઇ શેખ અને જગદીશ મોહનભાઇ સરવૈયા નામના શખ્સોએ વિછીંયા પોલીસે ઝડપી રૂ સાત હજારની રોકડ કબ્જે કરી છે.