અદાણી પોર્ટની વાર્ષિક આવક વધી 12.833 કરોડને પાર
અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ.એ 31 માર્ચ 2023ના પુરા થયેલા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા અને સમગ્ર વર્ષના પરિણામો જાહેર કર્યા છે.
એપીએસઇઝેડના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણ કાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે કામગીરી અને નાણાકીય પ્રદર્શનની દ્રષ્ટિએ 2023નું વર્ષ ઉજવળ બની રહ્યું છે. કંપનીએ વર્ષારંભથી પ્રાપ્ત થયેલા દીશાસૂચનથી અત્યાર સુધીની સૌથી વધુ આવકની સિધ્ધી હાંસલ કરી છે. ભૌગોલિક વિવિધતા, કાર્ગો મિક્ષ વૈવિધ્યકરણ, ટ્રાન્સપોર્ટ યુટીલિટીમાં ટ્રાન્ઝીશનના અમારા બિઝનેસ મોડેલની અમારી વ્યુહ રચનાએ મજબૂત વિકાસ માટે ભૂમિકા ભજવી છે.
છેલ્લા પાંચ વર્ષમાં આવક અને નફો 16થી 18%ના થી વૃધ્ધિ પામી છે જ્યારે નાણાકીય વર્ષ 23માં ઘર આંગણાના બજારમાં હિસ્સો 24 % ઉછળીને 800બાતએ પહોંચ્યો છે. વિતેલા વર્ષમાં એપીએસઇઝેડએ રુ.27 હજાર કરોડનું માતબર વિક્ર્મી રોકાણ કર્યું છે. જેમાં રૂ.18 હજાર કરોડના કુલ છ મહા સંપાદનો અને રુ.9 હજાર કરોડની ઓર્ગેનિક કેપેક્ષનો સમાવેશ થાય છૈ. આ રોકાણ કંપનીના આંતરિક બચત અને કંપની પાસે રહેલી રોકડ અને રોકડ સમકક્ષ મારફત પ્રાથમિક ધિરાણથી કરવામાં આવ્યું છે. પરિણામે સ્થાયી મિલ્કતનો ગ્રોસ ડેબ્ટ રેશિઓ 2019માં 80%થી તીવ્રતાથી ઘટીને 2023માં 60% આસપાસ રહ્યો છે. વર્ષ દરમિયાન પાંચ બિડ જીતી લેવા સાથે કરવામાં આવેલા રોકાણના કારણે 2025 સુધીમાં કંપનીએ સેવેલા 500 મિલિયન મેટ્રિક ટન કાર્ગોના વોલ્યુમના લક્ષ્યને સિધ્ધ કરવા માટે પ્રેરક બળ બની રહેવા સાથે બિઝનેસ મોડેલને ટ્રાન્સપોર્ટ યુટીલિટીમાં રુપાંતર કરવાની ગતિને વેગ આપશે. એમ હતું. કરણ અદાણીએ ઉમેર્યું હતું. અદાણીપોર્ટ એ ગત વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે અત્યાર સુધીનો 339 મિલિયન મેટ્રિક ટન પોર્ટ કાર્ગોનું વોલ્યુમ હેન્ડલ કર્યું છે જે 9%નો ઉછાળો દર્શાવે છે. 329 દિવસમાં 300 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને ગત નાણાકીય વર્ષ 22માં પોતાનો 354 દિવસનો બેન્ચમાર્ક વટાવ્યો છે. તેના વાર્ષિક કાર્ગો વોલ્યુમ માટે એપીએસઇઝેડના બે પોર્ટ મુંદ્રા અને ક્રિષ્ણાપટનમ પોર્ટ ભારતના ટોચના 10 પોર્ટમાં સ્થાન પામ્યા છે. 155 મિલિયન મેટ્રિક ટન કાર્ગોના વોલ્યુમ સાથે મુંન્દ્રા ભારતનું સૌથી મોટું ખાનગી વાણિજ્યક પોર્ટ બની રહ્યું છે.