ડીજિટલ ઇન્ડિયાના માઘ્યમથી દેશમાં સૌ પ્રથમ ઓનલાઇન દિક્ષાંત સમારોહ
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ. દ્વારા ઓનલાઇન કોન્વોકેશન યોજી ૫૦૮ વિઘાર્થીઓને નેશનલ એકેડેમિક ડિપોઝીટરી મારફતે પદવી એનાયત
રાજયપાલ દેવવ્રત આચાર્ય, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રમત ગમત મંત્રી ઇશ્ર્વરસિંહ પટેલ, પદમભૂષણ કપીલ દેવ અને પદમશ્રી રાજય વર્ધન રાઠોડની પ્રેરક ઉ૫સ્થિતિ
પ્રધાનમંત્રીના કોરોના સામેની લડાઇના સૂત્ર હમે રૂકન નહી હૈ, હમે ઝુકના નહી હૈ, ને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાના સફળ માર્ગદર્શન અને કુલસચિવ સંજય જોષીના આયોજન થકી વિઘાર્થીઓને કેન્દ્ર સ્થાને રાખી વિડીઓ કોન્ફેરન્સના માઘ્યમથી દિક્ષ્ાાંત કાર્યક્રમ યોજીને દેશ અને દુનિયામાં નવી પહેલ કરેલ છે. રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, રમત ગમત મંત્રી, પદ્મ ભુષણ કપીલ દેવ અને પદ્મશ્રી રાજય વર્ધન રાઠોડની પ્રેરક ઉ૫સ્થિતિમાં આ કાર્યક્રમ સંપનન થયો. યુનિવર્સિટી ખતે પોતનો અભ્યાસ પૂર્ણ કરેલ ૫૦૮ વિઘાર્થીઓને નેશનલ એકેડેમીક ડિપોઝીટીના માઘ્યમથી ડિગ્રી એનાયત કરવામાં આવી.
આ કાર્યક્રમના અઘ્યક્ષ ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પદવી પ્રાપ્ત કરનાર વિઘાર્થીઓને તેમના જીવનના ઉતરાદાઇત્વ તૈતરીય ઉપનીશદના શ્ર્લોક દ્વારા સમજાવવામાં આવેલ અને તેમને તેમના સમાજ પ્રત્યેની ફરજો નિભાવવાની હાકલ કરેલ, આ યુનિવર્સિટીએ ખેલકુદ અને શિક્ષણ બન્ને ક્ષેત્રે જે રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ ઉભી કરી છે તે માટે હર્ષની લાગણી વ્યકત કરેલ હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા હાલના સમયમાં જયારે વિશ્ર્વ વાયરસના વ્યાપક અને ઝડપી સંક્રમણના પડકાર વચ્ચે જજુમી રહ્યું છે ત્યારે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ. દ્વારા યોજવામાં આવે હતું. આ પ્રકારના કાર્યક્રમ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના આફતને અવસરમાં બદલવાના સંકલ્પને સાર્થક કરે છે. પદવી પ્રાપ્ત કરવાવાળા ૫૦૮ વિઘાર્થીઓ ભારતના ૧૬ જુદા જુદા રાજયના હોઇ આ અનેકતામાં એકતા દર્શાવે છે. મુખ્યમંત્રી દ્વારા તેઓને પોતાના વ્યવસાયમાં પ્રવૃત થઇ આત્મનિભર ભારતના સંકલ્પને સાર્થક કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી દ્વારા આ શૈક્ષણિક વર્ષથી નિયમાનુસાર ર૦ નવી શૈક્ષણીક સંસ્થાઓ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ. સાથે જોડાવાની હોય હવે ખમીરવંતા ગુજરાતના રમત ગમતના તજજ્ઞો સમગ્ર દેશમાં પોતાનું નામ રોશન કરશે જે માટે મુખ્યમંત્રી દ્વારા કુલપતિને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં ભારતની ૧૯૮૩ ક્રિકેટ વિશ્ર્વકપ વિજેતા ટીમના કપ્તાન એવા પદ્મભૂષણ કપિલ દવે વિડીઓ માઘ્યમથી ઉ૫સ્થિત રહેલ અને તેમને કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાને અભિનંદન પાઠવી વિશ્ર્વાસ વ્યકત કરેલ કે કુલપતિ આગામી સમયમાં પણ ખુબ સારા કાર્ય સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ. માટે ગુજરાત રાજય માટે તથા દેશ માટે કરશે. ભૂતપૂર્વ ઓલિમ્પીક મેડાલીસ્ટ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, પદ્મશ્રી કર્નલ રાજયવર્ધન રાઠોડ આ વિશિષ્ટ કાર્યક્રમમાં વિડિઓ માઘ્યમથી ઉ૫સ્થિત રહેલ, તેઓ દ્વારા આ કાર્યને બિરદાવી અને વિઘાર્થીઓને પોતાના ગ્રેજયુએશન માટે ખુબ શુભકામનાઓ પાઠવેલ, તેઓ દ્વારા વિશેષમાં કુલપતિ અને તેમની દેખરેખ હેઠળ સ્વર્ણિય ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વિકાસને નોંધનીય ગણાવેલ હતું.