અગરતલા શહેરની અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો, અધિકારી અને કન્સલટન્ટ મળી કુલ 20 ડેલીગેટસ સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની અઘ્યક્ષતામાં સુડા ભવન, વેસુ ખાતે અગરતલા કોપોરેશનના ડેલીગેટૂસ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું.
તાપી તટે વસેલા અંદાજિત 461 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ અને 82 લાખની વસતિ ધરાવતુ ઐતિહાસિક સિટી, ટેકસટાઇલ સિટી, ડાયમંડ સિટી અને બ્રિજસિટી સહિતના વિવિધ હુલામણા નામોથી ખ્યાતનામ શહેર સુરતે ગત 2 વર્ષોમાં પંચરત્નોનો તાજ હવા, પાણી, સ્વચ્છતા, પરિવહન અને ખેલક્ષેત્રે અનેક એવોર્ડ મેળવી દેશના નકશામાં પોતાની આગવી ઓળખ મેળવી છે.
તેથી અગરતલા કોપોરેશનના ડેલીગેટસે મનપા કમિશનર શાલિની અગ્રવાલનું પારંપારિક સ્વાગત કર્યું હતું. આ મિટીંગ દરમ્યાન ઇન્ચાર્જ આસીસ્ટન્ટ કમિશનર દેવાંગ પટેલે પ્રેઝન્ટેશન મારફતે સુરત શહેરની સિઘ્ધીઓ, વિશિષ્ટ કામગીરીઓ, વિકાસકાર્યો, આયોજનો તથા રોડ-રસ્તા, ડ્રેનેજ, હાઇડ્રોલિક, લાઇટ, આરોગ્ય, આકરણી, હાઉસીંગ સહિતના તમામ વિભાગોની માહિતી તથા સુરત મહાનગરપાલિકાનું વહીવટી માળખુ, રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઘ્વારા શહેરીજનોના બાળકો આપવામાં આવતી વિવિધ 7 ભાષામાં શિક્ષણની સુવિધા, વેસ્ટ વોટરમાંથી વોટર ટ્રીટમેન્ટ કરી ઉધ્યોગોને ટ્રીટેડ વોટરનું વેચાણ કરી કરોડોની વધારાની આવક મેળવવામાં આવે છે. જે આગવી પહેલની માહિતી, બાયસીકલ શેરીંગ પ્રોજેકટ તથા શહેરની સેનીટેશનની કામગીરી સંદર્ભે વિસ્તુત માહિતી રજુ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત ડેલીગેટસે અલથાણ ખાતેના પ્લાસ્ટિક વેસ્ટ પ્રોજેકટ તથા બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઇ પ્રત્યક્ષ નિરિક્ષણ કરી માહિતી મેળવી પ્રભાવિત થયા હતા.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય