વઢવાણની સીમમાં એક મહિનામાં ભૂમાફિયાઓએ 20 કરોડની ખનીજ ચોરી કર્યાની રમેશ મારવાડી નામના શખ્સની ભૂસ્તર વિભાગને ફરિયાદ
અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
વઢવાણ ની સીમ માં આવેલી વિવાદિત જમીન પર ભુ માફીયા કોન્ટ્રાક્ટરો એ રાત દિવસ વિવાદિત જમીન માંથી એક મહિનામાં 20 કરોડ ની ખનીજ ચોરી કરી હોવાની લેખિત ફરિયાદ ભૂસ્તર વિભાગ ને કરતાં ખળભળાટ મચ્યો છે.
રમેશ મારવાડી નામના શખ્શે અધધ ખનીજ ચોરી ની લેખિત ફરિયાદ જિલ્લા કલેકટર . જિલ્લા પોલીસ અને ભૂસ્તર વિભાગ ને લેખિત માં કરતા તંત્ર દોડતું થયું છે. આ ફરિયાદ ને લઈને વઢવાણ પોલીસ હરકત આવી ને ધટના સ્થળે દોડી હતી. ઘણા સમય થી ખનીજ ચોરી ચાલતી હોવાથી પોલીસે મામલો હાથ લેતાં ખનીજ માફિયા ઓ ભૂગર્ભ માં ચાલ્યા ગયાં છે.
હાલ આટલી મોટી ખનીજ ચોરી ની ફરિયાદ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જોકે ફરિયાદી રમેશ મારવાડી નાં કહેવા મુજબ આ ચોરી આસ પાસ નાં કોન્ટ્રાકટર એ કરી હોવાનું જણાવ્યું. જોકે હાલ વિવાદિત જમીન પર ઠેર ઠેર ખોદકામ કરી ને ઊંડા ખાડા ખોદી નાખ્યા હોવાનું જોવા મળ્યું છે. હવે એ જોવું રહ્યુ કે વહીવટ તંત્ર ફરિયાદ આધારે ખનીજ માફિયા સુધી પહોંચી શકે છે કે કેમ તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે.