કામના પ્રમાણમાં વધુ કર્મચારી હોવાથી તેઓને છુટા કરાયાનું કારણ : પાલિકાના વર્ષે રૂ. 27 લાખ બચશે
હળવદ પાલિકામાં કરાર આધારિત 20 કર્મચારીઓને એકસાથે પાણીચુ આપી દેવામાં આવ્યું છે. કામના પ્રમાણમાં વધુ કર્મચારી હોવાથી તેઓને છુટા કરાયાનું કારણ હાલ આપવામાં આવી રહ્યું છે.પાલિકાના આ નિર્ણયથી વર્ષે રૂ. 27 લાખની બચત થશે તેવું જાણવા મળ્યું છે.
હળવદ નગરપાલિકાના પાણી પુરવઠા શાખા,સ્ટ્રીટલાઇટ શાખા,સેનીટેશન વિભાગ,લાઈબ્રેરી,ઓફીસ પટ્ટાવાળા,મહેકમ શાખા,ગેરેજ શાખા, ડ્રાઈવ,ફાયર શાખા સહિતની અલગ અલગ જગ્યાઓમાં ફરજ બજાવતા કરાર આધારિત 20 કર્મચારીઓને એકસાથે છુટા કરી દેવામાં આવ્યા છે. આ મામલે પાલિકાનું એવું કહેવું છે કે અગાઉ કચેરીમાં વધુ કામ રહેતું હતું, પણ હાલ કામના પ્રમાણમાં સ્ટાફ વધુ હોય જેથી આ કર્મચારીઓને છુટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાના આ નિર્ણયથી મહિને રૂ. 2.32 લાખ એટલે કે વર્ષે રૂ. 27 લાખની બચત થશે.
પાલિકા દ્વારા કરાર આધારિત કર્મચારી નંદલાલભાઈ દલવાડી, હાર્દિકભાઈ, મનોજભાઈ સોનગરા, વિપુલભાઈ સોલંકી, લલીતભાઈ મકવાણા, ભરતભાઈ પરમાર, જયદાનભાઈ ગઢવી, સોહિલભાઈ ઈન્દરીયા, અર્જુનભાઈ પરમાર, નાગરભાઈ પંચાલ, જીતેન્દ્રપરી ગોસાઈ, ધાર્યા પરમાર શૈલેષભાઈ, મયુરભાઈ કરોતરા, ભીમાભાઇ વાઘેલા, રાહુલભાઈ સોલંકી, જયરાજસિંહ ઝાલા, હસમુખભાઈ રાઠોડ, હેતલબેન જોશી, હસમુખભાઈ રાઠોડ, કૃપાલભાઈ વાઘેલા, ધાર્મિક ભાઈ પાટડીયાને છુટા કરવામાં આવ્યા છે.