રોલર સ્કેટીંગ, સ્પીડ સ્કેટીંગ, રીલે રેસ, આર્ટીસ્ટીક સ્કેટીંગ સ્કેટીંગ ડાન્સ, તથા રોલર બાસ્કેટ બોલ સ્પર્ધામાં રજૂ કરશે સુંદર દેખાવ
આગામી તા . 27 થી 31 ડિસેમ્બર ચંદીગઢ ખાતે યોજાનારી નેશનલ રોલર સ્કેટીંગ ચેમ્પીયનશીપમાં વિવિધ કેટેગરીમાં નેશનલ લેવલે પસંદ થયા છે.
5 વર્ષથી 20 વર્ષ સુધીના આ 20 બાળકો વિવિધ સ્પર્ધામાં પસંદ થયા છે . આ બાળકો સ્પીડ સ્કેટીંગમાં શોર્ટ રેસ તથા લોંગ રેસમાં ભાગ લેવાના છે . ઓટીસ્ટીક અને સ્કેટીંગ ડાન્સમાં બાળકોએ વિવિધ સ્ટેપ ડાન્સ લીફટીંગ તથા સ્ટેટ રજૂ કરવાના છે. સૌથી મહત્વની વાત છે કે રોલર બાસ્કેટ બોલ સૌપ્રથમવાર આ બાળકો સ્કેટ પહેરીને બાસ્કેટ બોલ રમવાના છે ખૂબ જ આકર્ષક અને ઉત્તેજનાપૂર્વક આ રમતમાં બાળકો સ્કેટ પહેરીને બાસ્કે કરે છે. આ ગેઈમ સમગ્ર દેશમાં રમાય છે તથા 25 થી વધારે દેશોમાં આ રમત બાળકો રોલર સ્કેટ પહેરીને રમે છે.
ગુજરાતમાંથી સૌપ્રથમવાર રાજકોટના બાળકો અન્ડર -11 , અન્ડર -14 , અન્ડર -17 માં ગર્લ્સ અને બોયઝ એમ બે વિભાગમાં પસંદ થયા છે. આખા દેશમાંથી 1000 થી 1200 બાળકો આ કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે એકત્રિત થવાના છે. ત્યારે રાજકોટનું ગૌરવ એમાં આ 20 બાળકો ગુજરાતને રિપ્રેઝન્ટ કરશે. એમેતુર ફેડરેશન ઓફ રોલર બાસ્કેટ બોલ જે સ્વીત્ઝરલેન્ડ ઈન્ટરનેશનલ સ્પોટર્સ નેટવર્ક ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલ છે અને એશિયન કોન્ફીડરેશન ઓફ રોલર બાસ્કેટ બોલ અને ઈન્ટરનેશનલ રોલર બાસ્કેટબોલ એસોસિએશન સાથે આ સંસ્થા સંકળાયેલ છે.
આ કોમ્પીટીશનમાં પવન કુમાર બસંત, ફોર્મર રેલ્વે ગર્વમેન્ટ મીનીસ્ટર ઓફ ઈન્ડીયા, પદમભૂષણ સુબેદવસિંહ ધીન્ડસા, સંસદ રવનીતસિંઘ બીટુ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. આ બાળકો કોવિડની મહામારીમાં પણ તમામ પરિસ્થિતીનો સામનો કરી ખૂબ જ પ્રેકટીસ કરી રહ્યા છે. અને જુસ્સાથી એક જ વાત કહી રહ્યા છે કે અમે વિજેતા થઈને પરત ફરીશું. આ બાળકો અલગ અલગ સીટીમાંથી એકત્ર થયા છે. જેમાં રાહી નાગવેક2, આસ્થા અમીપરા, સીમરન તંતી ધ્યાની કાછડીયા, ખ્વાબ અંતાણી પ્રેમ ગાંધી, નિહાલ જલુ , કુંજ અમીપરા , દીતીશ્રી ઠુમ્મર ,ધર્મરાજસિંહ રાઠોડ, જાસ્મીન દલવાની, સાજમીન દલવાની, આલીયા જુનેચ , અરહાન જુનેચ , અરમાન મેનુ , તમન્ના મેનુ, વિધિ વોરા, સુફીયાન માંકડા, હની પ્રજાપતિ, તીર્થો લીંબાસીયા આ તમામ બાળકો અમદાવાદ – બરોડા – ગાંધીધામની કોમ્પીટીશનમાં વિજેતા થયાં છે અને હાલ નેશનલ રમવા જઈ રહ્યા છે.
ઉપરોકત બાળકોને ટ્રેઈનીંગ ડો . પુજા રાઠોડ , દીપુદીદી , અવૈશસર તથા સંચાલિકા પુષ્પાબેન રાઠોડ તમામ બાળકો વિજેતા થઈને પરત ફરે તેવા આર્શીવાદ જવાહરભાઈ ચાવડા , મૌલેશભાઈ પટેલ તથા તમામ કમીટી મેમ્બરો આર્શીવાદ પાઠવી રહ્યા છે . ‘અબતક’ સાથેની વાતચીતમાં પુજા હોબી સેન્ટરના સંચાલીકા પુષ્પાબેન રાઠોડએ જણાવ્યું હતુ કે ચંદીગઢ ખાતે યોજાનારી સ્પર્ધામાં પુજા હોબી સેન્ટરના 20 બાળકોને અમે કોવિડ 19 પૂરી તકેદારી સાથે ટેસ્ટ કરાવી તેમજ ચાઈલ્ડ ડોકટરની સલાહ અને યોગ્ય દવાની સાથે બાળકોને ચંદીગઢ લઈ જઈ રહ્યા છીએ.